લૉકડાઉનમાં બાળકોને ઘરેથી અભ્યાસ કરવા માટે આ ભારતીય કંપનીએ લૉન્ચ કર્યો ખાસ ફોન, કિંમત 7799 રૂપિયા, જાણો શું છે ખાસ

lava_z2_max

1/5
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપનીઓને ટક્કર આપવા માટે ભારતીય કંપની Lava એ કમર કરી છે. લાવાએ પોતાનો નવો સ્માર્ટફોન Lava Z2 Max ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આ ફોન તે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લૉન્ચ કરવામા આવ્યો છે, જે પોતાના બાળકોના ભણતર માટે સસ્તો સ્માર્ટફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છે. આ ફોનને 6000mAhની દમદાર બેટરીની સાથે ઉતારવામાં આવ્યો છે.
2/5
આ છે કિંમત..... Lava Z2 Max 2 GB રેમ અને 32 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 7,799 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો તમે આ ફોન લેવાનુ વિચારી રહ્યાં છો તો લાવા ઇન્ડિયાની વેબસાઇટ ઉપરાંત અમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો.
3/5
સ્પેશિફિકેશન્સ..... Lava Z2 Maxમાં 7 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન આસ્પેક્ટ રેશિયો 20.5:9નો છે. પ્રૉટેક્શન માટે આના પર કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નો સપોર્ટ આપવામાં આવ્યો છે. આની ડિસ્પ્લે વૉટરડ્રૉપ નૉચની સાથે આવે છે. ફોન ક્વાડકૉર મીડિયાટેક હીલિયો પ્રૉસેસર વાળો છે. લાવાનો આ ફોન એન્ડ્રોઇડ 10 ગો એડિશન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 2GB રેમ અને 32 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
4/5
કેમેરા..... ફોટોગ્રાફી માટે ફોનમાં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો છે. વળી 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
5/5
6000mAhની છે બેટરી..... Lava Z2 Maxમાં પાવર માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. વળી કનેક્ટિવિટી માટે આ ફોનમા વાઇ-ફાઇ, બ્લૂટૂથ, અને યુએસબી ટાઇપ સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. ફોન બ્લૂ કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
Sponsored Links by Taboola