AI job loss: AI ના કારણે નોકરી ગઈ? હવે તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો, જાણો UBI સિસ્ટમ વિશે

AI ઝડપથી કાર્યક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યું છે, સાથે જ તે લાખો નોકરીઓ માટે જોખમ પણ ઊભું કરી રહ્યું છે. ગોલ્ડમેન સૅક્સના રિપોર્ટ મુજબ, AI વિશ્વભરમાં આશરે 300 મિલિયન નોકરીઓને અસર કરી શકે છે.

AI job loss: આ પડકારનો ઉકેલ લાવવા માટે, UBI (યુનિવર્સલ બેઝિક ઇન્કમ) સિસ્ટમ વિશેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. UBI એક એવી પ્રણાલી છે જેમાં સરકાર દરેક નાગરિકને નિયમિત અંતરાલે ચોક્કસ રકમ પૂરી પાડે છે, જેથી તેઓ તેમની મૂળભૂત જરૂરિયાતો સંતોષી શકે. ઓપનએઆઈ (OpenAI) ના સીઈઓ સેમ ઓલ્ટમેન અને ટેસ્લા (Tesla) ના સીઈઓ એલોન મસ્ક જેવા મોટા ટેક નેતાઓ માને છે કે જ્યારે AI મોટાભાગનું ઉત્પાદન સંભાળે, ત્યારે UBI ભવિષ્યની અનિવાર્યતા છે. ભારતમાં પણ, AI અને ઓટોમેશનનો પ્રભાવ વધતા, UBI એક આકર્ષક વિકલ્પ બની શકે છે, જોકે તેના ભંડોળ અને અમલવારી અંગે પડકારો હજી પણ છે.

Sponsored Links by Taboola