ચીની કંપનીએ ભારતમાં લૉન્ચ કર્યો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન, જાણો કિંમત ને ફિચર્સ.......
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની રિયલમીએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન રિયલમી 8 5જી (Realme 8 5G) લૉન્ચ કરી દીધો છે. આ ફોન દેશનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ આની કિંમત 14,999 રૂપિયા નક્કી કરી છે. આ પ્રાઇસ આના 4 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળુ વેરિએન્ટ છે. વળી આના 8G રેમ અને 256 GB સ્ટૉરેજ વાળા મૉડલની કિંમત 16,999 રૂપિયા છે. રિયલમીના આ ફોનનુ વેચાણ 28 એપ્રિલે બપોરે 12 વાગે ફ્લિપકાર્ટ, રિટેલ સ્ટૉર અને Realme.comથી શરૂ કરવામાં આવશે. જાણો ફોનમાં શું છે ખાસ.....
Realme 8 5Gની સ્પેશિફિકેશન્સ....... Realme 8 5G સ્માર્ટફોનમાં 6.5 ઇંચની IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1080x2400 પિક્સલ છે. આનો રિફ્રેશ રેટ 90Hz છે. ફોન ડાયમેન્સિટી 700 પ્રૉસેસર વાળો છે. ફોન એન્ડ્રોઇડ 11 પર બેઝ્ડ Realme UI 2.0 પર કામ કરે છે. આ ફોન 4 GB+ 128 GB અને 8G+ 256GB બે વેરિએન્ટ અવેલેબલ છે.
કેમેરા અને બેટરી...... ફોટોગ્રાફીની વાત કરીએ તો રિયલમી 8 5જી (Realme 8 5G) સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સાથે ફોનમાં 2 મેગાપિક્સના બે અન્ય લેન્સ આપવામાં આવ્યા છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામા આવ્યો છે.
પાવર માટે આમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.
કનેક્ટિવિટી ફિચર્સ..... કનેક્ટિવિટી માટે Realme 8 5G સ્માર્ટફોમાં 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ v5.1, જીપીએસ/એ-જીપીએસ અને યુએસબી ટાઇપ સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર વાળો છે.
Samsung Galaxy M42 5G સાથે થશે ટક્કર... Realme 8 5Gની ભારતમાં Samsung Galaxy M42 5G સાથે ટક્કર થશે. આ ફોનમાં ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G પ્રૉસેસર આપવામાં આવી શકે છે. આ 5G ફોન Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 128 GB સુધી ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ફોનમાં 64 મેગાપિક્સલનો કેમેરો છે. વળી પાવર આપવા માટે ફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી શકે છે.