Ration card: રાશનકાર્ડ સાથે રાખવાની નહીં પડે જરુર, આ એપને મોબાઈલમાં કરી લો ડાઉનલોડ

Ration card: રાશનકાર્ડ સાથે રાખવાની નહીં પડે જરુર, આ એપને મોબાઈલમાં કરી લો ડાઉનલોડ

પ્રતિકાત્મક તસવીર

1/6
ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછા ભાવે રાશન આપવા માટે ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ એક યોજના ચલાવે છે. આ માટે ભારતના દરેક રાજ્યમાં જરૂરિયાતમંદ નાગરિકોને રાશન કાર્ડ આપવામાં આવે છે.
2/6
રાશનકાર્ડ બતાવીને વ્યક્તિ રાશન ડેપોમાંથી ઓછા ભાવે રાશનની સુવિધા મેળવી શકે છે. પરંતુ જેમની પાસે રાશનકાર્ડ નથી તે લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઓછા ભાવે રાશન મળી શકતું નથી. પરંતુ હવે રાશનકાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. રાશનકાર્ડ ધારકો રાશનકાર્ડ વગર ડેપોમાંથી રાશન લઈ શકશે.
3/6
રાશનકાર્ડ વગર તેમને રાશન મળશે. કારણ કે સરકાર હવે રાશન કાર્ડને બદલે મેરા રાશન 2.0 એપનો ઉપયોગ કરીને રાશન લઈ શકશે.
4/6
મેરા રાશન 2.0 એપ દ્વારા, લોકોને તેમના રેશન કાર્ડ બતાવવાની જરૂરિયાત દૂર કરવામાં આવશે. તેનો ઉપયોગ કરવા માટે, તમે Google Play Store અને Apple App Store પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.
5/6
ડાઉનલોડ કર્યા પછી, તમારે તમારો આધાર નંબર દાખલ કરીને OTP વડે લોગિન કરવું પડશે, તે પછી તમારું રેશન કાર્ડ આ એપ પર ખુલશે. તમે રાશન ડેપો પર બતાવીને તમારું રાશન લઈ શકો છો.
6/6
જો તમે અત્યાર સુધી તમારા રાશનકાર્ડમાં કેવાયસી અપડેટ નથી કર્યો તો સૌથી પહેલા તમે કેવાયસી અપડેટ કરાવી લો.
Sponsored Links by Taboola