OnePlus લવર્સ માટે 7 ફેબ્રુઆરીએ છે ખાસ દિવસ, એકસાથે આટલુ બધુ લૉન્ચ કરશે કંપની
OnePlus લવર્સ માટે આગામી આવતા મહિનાની 7મી ફેબ્રુઆરીનો દિવસ ખાસ છે, કેમ કે આ દિવસે એકસાથે કંપની કેટલાય ગેઝેટ્સને લૉન્ચ કરવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચીની મોબાઇલ ફોન નિર્માતા કંપની OnePlus 7 ફેબ્રુઆરીએ એકસાથે ગ્રાહકોને કેટલીય ગિફ્ટો આપવાની છે, કંપની એક જ દિવસમાં કેટલાય નવા સ્માર્ટફોન, ટીવી અને ઇયરબડ્સ લૉન્ચ કરવા જઇ રહી છે.
વનપ્લસ 7 ફેબ્રુઆરીએ બે નવા સ્માર્ટફોન લૉન્ચ કરશે. આમાં પહેલો વનપ્લસ 11R છે અને બીજો વનપ્લસ 11 5G. વનપ્લસ 11R 2 સ્ટૉરેજ ઓપ્શનમાં લૉન્ચ કરી શકે છે, જેમાં 8/128GB અને 16/256GB છે. વનપ્લસ 11 5જીમાં તમને 5000 એમએચની બેટરી મળશે જે 100 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
આ ઉપરાંત કંપની વનપ્લસનું એક ટીવી અને ઇયરબડ્સ પણ લૉન્ચ કરશે. આનાથી વિશેષ કંપનીો પોતાનુ પહેલુ કીબૉર્ડ પણ માર્કેટમાં ઉતારશે. ટીવીની કિંમત લગભગ 70,000 રૂપિયા હોઇ શકે છે. આ સ્માર્ટ ટીવી 4K QLED પેનલની સાથે આવી શકે છે. આમાં ડૉલ્બી એટમૉસનો સપોર્ટ મળશે.
OnePlus Buds Pro 2 10,000 રૂપિયાની કિંમતની સાથે લૉન્ચ થઇ શકે છે. આ ઇયરબડ્સ ફાસ્ટ પેયરિંગને સપોર્ટ કરશે સાથે જ આમાં ગૂગલ Spatial ઓડિયો ફિચર પણ આપવામાં આવ્યુ છે.
વનપ્લસ 11 5Gમાં તમને ત્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે, જેમાં 50 મેગાપિક્સલનો મેન કેમેરો, 40 મેગાપિક્સલનો બીજો અને 32 મેગાપિક્સલનો ત્રીજો કેમેરો છે. ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે. આમાં 256gb સુધી મોટુ સ્ટૉરેજ સ્પેસ તમને મળશે.