વધારાનો ડેટા જોઇએ છે? 100 રૂપિયાથી ઓછામાં Airtel, Jio, BSNL અને Vi આપી રહી છે આ શાનદાર ઓફર, જાણો.....
નવી દિલ્હીઃ આજકાલ ઇન્ટરનેટના વધતા ઉપયોગના કારણે ડેટાની સૌથી વધુ ખપત થઇ રહી છે. આવામાં ઘણીવાર ફોનમાં માત્ર ડેટાની જરૂર પડે છે. ટેલિકૉમ કંપનીઓ તમેન એવા કેટલાય ડેટા પેક આપી રહી છે, જેમાં તમને વધારાનો ડેટા મળે છે. BSNL, Airtel, Jio અને Vi જેવી ટેલિકૉમ કંપનીઓ પોતાના ઓનલી પ્રીપેડ ડેટા પ્લાન્સ ઓફર્સ કરી રહી છે. જેમાં યૂઝર્સ એડ ઓન ડેટાનો ફાયદો ઉઠાવી શકે છે, એટલે કે તમારે ફોનમાં કૉલિંગ અને બીજી સુવિધાઓ નથી જોઇતી ફક્ત ડેટાની જરૂર છે તો તમે આ રિચાર્જ કરાવી શકો છો. ખાસ વાત છે કે આ પ્લાનની કિંમત 100 રૂપિયાથી પણ ઓછી છે. જાણો કઇ કંપની શું આપી રહી છે ઓફર્સ.....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAirtel- જો તમે Airtelનો પ્લાન ખરીદવા ઇચ્છો છો તો એક કૉમ્બો પ્લાન છે, જેમાં તમને 2 દિવસની વેલિડિટી, અનલિમીટેડ કૉલિંગ અને 200 MB ડેટા મળશે. આ પ્લાનની કિંમત 19 રૂપિયા છે. વળી Airtelનો 98 વાળો પ્લાન છે, જેમાં તમારા હાલના પેકની વેલિડિટીની સાથે 12GB વધારાનો ડેટા મળે છે.
BSNL- જો તમે બીએસએનએલનુ ડેટા પેક ઇચ્છો છો તો તમારે 98 રૂપિયા ચૂકવવા પડશે. તમને આ પ્લાનમાં ડેલી 2GB ડેટા મળશે. બાદમાં ડેટાની સ્પીડ ઘટીને 40 Kbps થઇ જશે. કંપની 97 રૂપિયા વાળો પ્લાન પણ ઓફર કરી રહી છે. આમાં દરરોજ 2GB ડેટા મળશે. ડેટા લિમીટ ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 80 Kbps થઇ જશે. આ પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને 100 SMS પણ મળશે.
Jio- જો તમે જિઓનો પ્લાન ખરીદો છો તો તમને કંપની 101 રૂપિયામાં 4G ડેટા પ્લાન ઓફર કરી રહી છે. જિઓના આ પ્લાનમાં તમને 12GB ડેટા અને 1362 IUC મિનીટનો ટૉકટાઇમ મળી રહ્યો છે.
Vodafone- Vi પણ તમને આવા કેટલાય ડેટા પેક ઓફર કરે છે, જેની કિંમત 100 રૂપિયાથી ઓછી છે. તમને આમાં ડબલ ડેટા ઓફર મળી રહી છે, એટલે કે 28 દિવસ માટે 12GB ડેટા મળશે. Vi નો 48 રૂપિયા વાળો પ્લાન પણ છે, આમાં તમને 28 દિવસ માટે 3 GB ડેટા મળી રહ્યો છે. આ ફક્ત ડેટા પ્લાન છે.