ભારતમાં લૉન્ચ થયો Oppoનો એકદમ સસ્તો 5G સ્માર્ટફોન, જાણો કિંમત ને ફિચર્સ વિશે......
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની ઓપ્પોએ (Oppo) ભારતમાં સૌથી સસ્તો 5G સ્માર્ટફોન ઓપ્પો એ53એસ (Oppo A53s) લૉન્ચ કરી દીધો છે. ફોનની કિંમત 15000 રૂપિયાથી પણ ઓછી છે. આ ફોન મીડિયાટેક ડામેન્સિટી 700 એસઓજી પ્રૉસેસર વાળો છે. સાથે જ ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ આપવામાં આવ્યો છે. જાણો શું છે ફોનની ખુબીઓ.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆટલી છે કિંમત..... ઓપ્પો એ53એસ (Oppo A53s 5G) ના 6 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 14,990 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે આના 8 GB રેમ અને 128 GB વાળા મૉડલની કિંમત 16,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
સ્પેશિફિકેશન્સ.... Oppo A53s 5Gમાં 6.5 ઇંચ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 60 હર્ટ્ઝ છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ ColorOS 11.1 પર કામ કરે છે. ઓપ્પોનો આ ફોન MediaTek Dimensity 700 SoC પ્રૉસેસર વાળો છે. આમાં 8 GB સુધી રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
કેમેરા..... કેમેરાની વાત કરીએ તો Oppo A53s 5Gમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 13 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો અને 2 મેગાપિક્સલ ડેપ્થ કેમેરા સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
બેટરી અને કનેક્ટિવિટી..... Oppo A53s 5Gમાં પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. ફોન સાઇડ માઉન્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર વાળો છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લૂટૂથ વર્ઝન 5.1, એનએફસી, ડ્યૂલ-બેન્ડ વાઇફાઇ, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5 મિલીમીટર હેડફોન જેક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.
કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લૂટૂથ વર્ઝન 5.1, એનએફસી, ડ્યૂલ-બેન્ડ વાઇફાઇ, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5 મિલીમીટર હેડફોન જેક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.