Best Smartphones: 20,000ની રેન્જમાં માર્કેટમાં છે આ શાનદાર ફોન, જુઓ તસવીરો......
Best Smartphone Under 20000: જો તમે એક સારો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો તમને માર્કેટમાં ઘણાબધા ફોન મળી જશે, પરંતુ જો તમે તમારા બજેટમાં રહીને એક સારે ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અહીં અમને તમને બેસ્ટ 5 ફોન બતાવી રહ્યાં છીએ, જે તમને 20,000 રૂપિયાની રેન્જમાં અવેલેબલ થઇ જશે. જાણો આ લિસ્ટમાં કયા કયા ફોન છે અવેલેબલ..........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓપ્પો A53s 5G - ઓપ્પો A53s 5G મોબાઇલ 15,990 રૂપિયાની કિંમતમાં અવેલેબલ છે. આ મોબાઇલના ખાસ ફિચર્સની વાત કરીએ તો આમાં તમને 6.52 ઇંચની ડિસ્પ્લેની સાથે 13+2+2 MP નો બેક કેમેરા સેટઅપ, 8 MPનો ફ્રન્ટ કેમેરો, 126 GB સ્ટૉરેજ 6 GB RAM અને 5000 mAhની દમદાર બેટિંગ આપવામાં આવે છે.
રિયલમી નારઝો 30 પ્રૉ - રિયલમી નારઝો 30 પ્રૉ મોબાઇલ 18,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોનના ખાસ ફિચર્સની વાત કરીએ તો આમાં તમને 6.5 ઇંચની ડિસ્પ્લેની સાથે, 48+8+2+2 MPનો બેક કેમેરા સેટઅપ, 16 MP ફ્રન્ટ કેમેરા, 128 GB સ્ટૉરેજ, 8 GB RAM ની સાથે 5000 mAh ની દમદાર બેટરી મળે છે.
રેડમી નૉટ 10 પ્રૉ 4G - રેડમી નૉટ 10 પ્રૉ 4G સ્માર્ટફોન 15,999 ની કિંમતમાં ઉપલબ્ધ છે. આના ખાસ ફિચર્સની વાત કરીએ તો, 6.67 ઇંચની ડિસ્પ્લે, 108+8+5+2 MP નુ બેક કેમેરા સેટઅપ, 16 MP નો ફ્રન્ટ કેમેરો, 128 GB સ્ટૉરેજ, 6GB RAM ની સાથે 5050 mAh ની દમદાર બેટરી મળે છે.
રિયલમી નારઝો 30 5G - રિયલમી નારઝો 30 5G સ્માર્ટફોન 16,999ની કિંમતમાં ઉપલબ્ધ છે. આના ખાસ ફિચર્સની વાત કરીએ તો, આમાં 6.5 ઇંચની ડિસ્પ્લેની સાથે 48+2+2 MP નો બેક કેમેરા સેટઅપ 16 MP ફ્રન્ટ કેમેરા, 128 GB સ્ટૉરેજ, 6 GB RAM ની સાથે 5000 mAhની બેટરી મળે છે.
પોકો M3 પ્રૉ 5G - પોકો M3 પ્રૉ 5G સ્માર્ટફોન 16,499 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે. આના ખાસ ફિચર્સમાં 6.5 ઇંચની સ્ક્રીન, 48+2+2 MPને બેક કેમેરા સેટઅપ, 128 GB સ્ટૉરેજ, 6 GB RAM ની સાથે 5000 mAh ની બેટરી મળે છે.