Apple Mumbai Store: માધુરી સાથે વડાપાઉં ખાધા, જાણો બીજા કયા-કયા સેલિબ્રિટીઓને મળ્યા એપલ સીઇઓ ટિમ કૂક, PICS વાયરલ....

આ પ્રસંગે કંપનીના સીઈઓ ઉપસ્થિત રહ્યાં હતા. સોમવાર આ એપલ સીઈઓ ટીમ કૂક ત્યાં આવી ચૂક્યા હતા.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)

1/8
Apple Mumbai Store Photo: ટિમ કૂકે મુંબઇમાં કેટલાય સેલિબ્રિટીઓની સાથે કરી છે. પહેલા તે માધુરી દિક્ષિતની સાથે વડાપાઉં ખાતા દેખાયા હતા, આ પછી મુકેશ અંબાણીના ઘરે બિઝનેસ મીટિંગ માટે પહોંચ્યા હતા.
2/8
મુંબઈમાં એપલનો પહેલો રિટેલ સ્ટૉર આજે એટલે કે 18 એપ્રિલ 2023 સવારે 11 વાગે ઓપન થઇ ગયો હતો. આ પ્રસંગે કંપનીના સીઈઓ ઉપસ્થિત રહ્યાં હતા. સોમવાર આ એપલ સીઈઓ ટીમ કૂક ત્યાં આવી ચૂક્યા હતા.
3/8
એપલના સીઇઓ ટિમ કૂક સૌથી પહેલા મુકેશ અંબાણીના ઘરે પહોંચ્યા હતા, અહીં તેમને કેટલાય બિઝનેસમેન સાથે મુલાકાત કરી હતી. તેની સાથે મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી અને ઇશા અંબાણી પણ દેખાયા હતા.
4/8
એપલ સીઇઓ ટિમ કૂકે આ પછી એક્ટ્રેસ માધુરી દીક્ષિત સાથે વડાપાઉં ખાધા, માધુરી દીક્ષિતે ટ્વીટ કર્યું કે, વડાપાઉં સાથે મુંબઈમાં આનાથી વધુ સારું સ્વાગત ન થઈ શક્યું હોય. ટિમ કૂકે જવાબ આપ્યો કે માધુરી દીક્ષિતનો આભાર મારા પ્રથમ વડાપાઉં માટે, તે ખુબ જ સ્વાદિષ્ટ હતો. ટિમ કૂક માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેનેને પણ મળ્યા હતા.
5/8
વળી, ટિમ કૂક ભારતીય પૂર્વ ક્રિકેટર અનિલ કુંમ્બલેની સાથે પણ દેખાયા હતા. કુમ્બલેએ લખ્યુ- ટિમ કૂકની સાથે આ પ્રેમાણ મુલાકાત હતી.
6/8
ટિમ કૂક બૉલીવુડ સિંગર અરમાન મલિકને પણ મળ્યા હતા, અરમાન મલિકે ટ્વીટર પર લખ્યું કે - પ્રથમ Apple Storeના લૉન્ચ પહેલા તેની ટિમ કૂક સાથે અદ્ભુત મુલાકાત થઈ.
7/8
ભારતમાં પહેલા સ્ટૉર ઓપન ઇવેન્ટમાં ટિમ કૂકે નેહા ધૂપિયાની સાથે પણ મુલાકાત કરી, નેહાએ લખ્યું- વ્હૉટ એ સ્ટૉર એન્ડ વ્હૉટ એ સ્ટૉરી....
8/8
આ ઉપરાંત અભિનેત્રી રવીના ટંડન સાથે ટિમ કૂકની મુલાકાત થઇ, બન્નેની તસવીર સામે આવી, વળી, ટિમ કૂકનો ફોટો અન્ય ઘણી સેલિબ્રિટી સાથે જોવા મળ્યો છે.
Sponsored Links by Taboola