WhatsApp પર ડિલીટ કરવામાં આવેલા મેસેજને પણ આ રીતે વાંચી શકો છો તમે, જાણો......

ડિલીટ કરેલા વૉટ્સએપ મેસેજ વાંચવા માટે અમે તમને અહીં એક ખાસ ટ્રિક બતાવી રહ્યાં છીએ. જો કોઈએ તમારો મેસેજ વાંચતા પહેલા વૉટ્સએપ પરની ટેક્સ્ટ ડિલીટ કરી દીધી છે,

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Read deleted WhatsApp messages: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ અત્યારે દુનિયાભરમાં સૌથી લોકપ્રિય એપ બની ચૂકી છે. ડિલીટ કરેલા વૉટ્સએપ મેસેજ વાંચવા માટે અમે તમને અહીં એક ખાસ ટ્રિક બતાવી રહ્યાં છીએ. જો કોઈએ તમારો મેસેજ વાંચતા પહેલા વૉટ્સએપ પરની ટેક્સ્ટ ડિલીટ કરી દીધી છે, તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તેને કેવી રીતે વાંચી શકો છો.
2/6
વૉટ્સએપ એક લોકપ્રિય સોશ્યલ મીડિયા એપ્લિકેશન છે. ભારતમાં 550 મિલિયનથી વધુ લોકો આ ફેસિલિટીનો ઉપયોગ કરે છે. શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે વૉટ્સએપનો ઉપયોગ કરતી વખતે બીજી ેવ્યક્તિએ મેસેજ મોકલ્યો હોય અને તમે તેને વાંચો તે પહેલાં તેણે તે મેસેજ ડિલીટ કરી દીધો હોય. અમને ખાતરી છે કે તમારી સાથે આવું જ બન્યું હશે.
3/6
અમે તમને આ આર્ટિકલમાં એક ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ કે તમે આવા મેસેજ કેવી રીતે વાંચી શકો છો. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ્સની જરૂર નથી.
4/6
ડિલીટ કરેલા મેસેજ વાંચવા માટે સૌથી પહેલા તમારે વૉટ્સએપ નોટિફિકેશન ઓન રાખવું પડશે. આ પછી તમારે એન્ડ્રોઈડ મોબાઈલના સેટિંગમાં જઈને નોટિફિકેશન હિસ્ટ્રીનો ઓપ્શન ઓન કરવાનો રહેશે.
5/6
આ ફિચરને ઓન કરવા માટે તમારે નોટિફિકેશન સેટિંગ્સમાં જઈને એડવાન્સ ઓપ્શન પર ક્લિક કરીને નોટિફિકેશન હિસ્ટ્રીના ઓપ્શનને ઓન કરવું પડશે.
6/6
જો તમને નોટિફિકેશનમાં ફિચર ન મળે, તો તમે તેને સેટિંગની ટોચ પર સીધું પણ શોધી શકો છો. આ ફિચર ઓન થવાથી તમે અહીંથી છેલ્લા 24 કલાકનો ઈતિહાસ સરળતાથી જોઈ શકો છો. અહીં તમે દરેક નોટિફિકેશનમાં મળતા મેસેજ વિશે જાણી શકશો.
Sponsored Links by Taboola