WhatsApp પર ડિલિટ કરવામાં આવેલા મેસેજને તમે આ રીતે વાંચી શકશો
Read deleted WhatsApp messages: જો કોઈએ તમારો મેસેજ વાંચતા પહેલા વોટ્સએપ પરનો ટેક્સ્ટ ડિલીટ કરી દીધો હોય તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તે મેસેજને કેવી રીતે વાંચી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોટ્સએપ એક લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્લિકેશન છે. ભારતમાં 550 મિલિયનથી વધુ લોકો આ સુવિધાનો ઉપયોગ કરે છે. શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે વોટ્સએપનો ઉપયોગ કરતી વખતે સામેની વ્યક્તિએ મેસેજ મોકલ્યો હોય અને તમે તેને વાંચો તે પહેલા તેણે તે મેસેજ ડિલીટ કરી દીધો હોય? અમને ખાતરી છે કે તમારી સાથે આવું જ બન્યું હશે.
અમે તમને આ લેખમાં એક ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ કે તમે આવા મેસેજ કેવી રીતે વાંચી શકો છો. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ્સની જરૂર નથી.
ડિલીટ કરેલા મેસેજ વાંચવા માટે સૌથી પહેલા તમારે વોટ્સએપ નોટિફિકેશન ઓન રાખવું પડશે. આ પછી તમારે એન્ડ્રોઈડ મોબાઈલના સેટિંગમાં જઈને નોટિફિકેશન હિસ્ટ્રીનો ઓપ્શન ઓન કરવાનો રહેશે.
આ ફીચરને ઓન કરવા માટે તમારે નોટિફિકેશન સેટિંગ્સમાં જઈને એડવાન્સ ઓપ્શન પર ક્લિક કરીને નોટિફિકેશન હિસ્ટ્રીના ઓપ્શનને ઓન કરવું પડશે.
જો તમને નોટિફિકેશનમાં ફીચર ન મળે તો તમે તેને સેટિંગના ટોપમાં સર્ચ પણ કરી શકો છો. આ ફીચર ઓન થવાથી તમે અહીંથી છેલ્લા 24 કલાકની હિસ્ટ્રી સરળતાથી જોઈ શકો છો. અહીં તમે દરેક નોટિફિકેશનમાં આવેલા મેસેજ વિશે જાણી શકશો.