Realme 12 Pro Plus : Realme 12 Proના લોન્ચ પહેલા શેર કરી તસવીરો, જુઓ ડિઝાઇન અને લૂક
Realme 12 Pro: Realme ટૂંક સમયમાં ભારતમાં 12 શ્રેણી હેઠળના 2 સ્માર્ટફોન લોન્ચ કરશે. જો કે કંપનીએ હજુ સુધી લોન્ચની તારીખ જાહેર કરી નથી, પરંતુ ચોક્કસપણે કહ્યું છે કે ફોન આ મહિને લોન્ચ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRealme ટૂંક સમયમાં ભારતમાં Realme 12 Pro અને Realme 12 Pro Plus લોન્ચ કરશે. આ શ્રેણીમાં તમને ટેલિફોટો લેન્સ જોવા મળશે. થોડા સમય પહેલા કંપનીએ એક ટીઝર પણ શેર કર્યું હતું જેમાં લખ્યું હતું No Periscope No Flagship
Realme 12 Proમાં 50MP Sony IMX890 પાઇમરી સેન્સર OIS સપોર્ટ સાથે મળશે. સાથે આ સીરીઝમાં આપને એક OV64B સેન્સર પરિસ્કોપ શૂટરની સાથે મળશે, જે 120 x જૂમને સપોર્ટ કરશે. પ્રો મોડલમાં 64MPનું Omnivision OV64B સેન્સર મળી શકે છે.
લોન્ચ પહેલા X પર મોબાઈલ ફોનની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. જેની મદદથી તમે ફોનનો લુક અને ડિઝાઇન જોઈ શકો છો.
એક્સ પર Sudhanshu1414 નામના યુઝર્સે જણાવ્યું કે, કંપની ફોનને બપોરે 12 વાગ્યે લોન્ચ કરી શકે છે. જો કે કંપનીએ સતાવાર કોઇ જાણકારી જાહેર નથી કરી.
બેસ અને ટોપ મોડલની કંપની 8/128GB અને 8/256GBમાં લોન્ચ કરી શકે છે. સાથે જ મોડલ બેસ 12/256GB પણ લોન્ચ કરી શકે છે