ચીની કંપનીનો આ ધાંસૂ ફોન આજે થશે લૉન્ચ, જાણો શું હશે કિંમત ને ફિચર્સ, પહેલા ક્યાં થયો હતો લૉન્ચ................
નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર રિયલમી આજે પોતાની દમદાર સીરીઝને માર્કેટમાં ઉતારી રહી છે. Realme GT 2 સીરીઝને આજે એટલે કે 20 ડિસેમ્બરે લૉન્ચ કરવામાં આવશે. આ સીરીઝમાં Realme GT 2 Proને લૉન્ચ કરવામાં આવી શકે છે. આ ચીની કંપનીનો લેટેસ્ટ નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ સ્માર્ટફોન છે. કંપનીએ પહેલા જ કન્ફોર્મ કરી દીધુ છે કે આમાં ટૉપ અને Snapdragon 8 Gen 1 પ્રૉસેસર યૂઝ કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રિપોર્ટ પ્રમાણે, આ પ્રીમિયય ફ્લેગશિપમાં અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે. Realme GT 2 Proની સાથે કંપની Realme GT 2ને લૉન્ચ કરી શકે છે. Realme GT 2માં કેટલીક સ્પેશિફિકેશન્સ આ ફ્લેગશિપ સ્માર્ટફોનથી કમ હશે.
Realme GT 2 સીરીઝ લૉન્ચ ડિટેલ્સ- Realme GT 2 સીરીઝ ઇવેન્ટ ભારતી સમયાનુસાર આજે બપોરે 2:30 થી શરૂ થથે. આ ઇવેન્ટને YouTube પર પણ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. આને કંપનીની YouTube ચેનલ પર લાઇવ જોઇ શકો છો.
Realme GT 2 Proની કિંમત - Realme GT 2 Proને આ ઇવેન્ટનુ એનાઉન્સમેન્ટ માનવામાં આવે છે. આની કિંમત CNY 4,000 (લગભગ 47,700 રૂપિયા) હોઇ શકે છે. કંપની Realme GT 2 Proના સ્પેશ્યલ વેરિએન્ટને પણ લૉન્ચ કરી શકે છે. આની કિંમત CNY 5,000 (લગભગ 59,600 રૂપિયા) હોઇ શકે છે.
ગયા મહિને Realme એ Realme GT 2 Proને કન્ફોર્મ કર્યુ હતુ. આ સ્માર્ટફોનને પહેલા ચીનમાં જ લૉન્ચ કરવામાં આવશે. ભારતમાં આને 2022ની પહેલી ત્રિમાસિકમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
સ્પેશિફિકેશનની વાત કરીએ તો Realme GT 2 Proમાં Snapdragon 8 Gen 1 પ્રૉસેસર આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં 6.8- ઇંચની WQHD+ OLED સ્ક્રીન આપવામા આવી શકે છે. આનો રિફ્રેશ રેટ 120Hz નો હોઇ શકે છે. ફોનમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરાની સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે.