50MP કેમેરા અને શ્રેષ્ઠ બેટરી બેકઅપ સાથે Redmi10 લૉન્ચ થયો, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે
Redmi 10ને 2022 સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે 5000mah લાંબો સમય ચાલતો બેટરી બેકઅપ છે. આમાં તમને 90Hz નો રિફ્રેશ રેટ ડિસ્પ્લે પણ જોવા મળશે. તેમજ Helio G સિરીઝના ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRedmi 10, 2022માં યુઝર્સને 6.5-ઇંચની પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. તે ફુલ એચડી પ્લસ રિઝોલ્યુશન સાથે આવે છે. તેમાં 90Hz નો રિફ્રેશ રેટ ડિસ્પ્લે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3
Redmiના લેટેસ્ટ મોબાઈલ ફોનમાં Mediatek Helio G88 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોબાઈલ સેટમાં 4GB રેમ અને 128GB eMMC સ્ટોરેજ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 આધારિત MIUI 12.5 પર કામ કરે છે.
Redmi 10, 2022 કેમેરા સેટઅપ: પાછળની પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ છે. આમાં પ્રાથમિક કેમેરા 50MPનો છે. અન્ય બે કેમેરા 2-2 MPના છે. ફ્રન્ટ કેમેરા 8 MP આપવામાં આવ્યો છે.
લાંબા સમય સુધી ચાલતી 5000mAh બેટરી તેની સાથે 18w ફાસ્ટ ચાર્જિંગ સાથે આપવામાં આવી છે. આ સાથે, 9wનું રિવર્સ ચાર્જિંગ પણ ઉપલબ્ધ છે.