Exit Poll 2024
(Source: Poll of Polls)
Redmi Note 9 સસ્તામાં ખરીદો, આ કેમેરા ફોન પર અહીં મળી રહ્યું છે આટલુ બધુ જોરદાર ડિસ્કાઉન્ટ, જાણો ઓફર...
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની Xiaomi પોતાના પૉપ્યૂલર હેન્ડસેટ Redmi Note 9ને સસ્તી કિંમતે વેચી રહી છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન પર આ ફોનને તમે 2,000 રૂપિયા સસ્તામાં ખરીદી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે નવો ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે બેસ્ટ મોકો અત્યારે હાથમાં છે. શ્યાઓમીના આ ફોનને તમે 10,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર અંતર્ગત તમને 1,000 રૂપિયાનુ એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. જાણો શું છે ખાસ.....
રેડમી નૉટ 9ના સ્પેશિફિકેશન્સ... Redmi Note 9 ફોનમાં 6.53-ઇંચની ફૂલ-HD+ ડિસ્પ્લે આપવામાં આવી રહી છે, જેનુ રિઝૉલ્યૂશન 1,080x2,340 પિક્સલ છે. આ એન્ડ્રોઇડ 10 બેઝ્ડ MIUI 11 પર કામ કરે છે.
રેમ અને સ્ટૉરેજ..... ફોન ઓક્ટાકૉર MediaTek Helio G85 પ્રૉસેસર વાળો છે. ફોનમાં 6GB સુધી રેમ આપવામા આવી છે.
આમાં 128GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય છે.
કેમેરા અને બેટરી... ફોટોગ્રાફી માટે Redmi Note 9 ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરા, 2 મેગાપિક્સલ મેક્રો કેમેરા અને 2 મેગાપિક્સલ ડેપ્થ કેમેરા સેન્સર આપવામાં આવ્યુ છે. ફ્રન્ટમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 5,020mAhની બેટરી આપવામાં આવી છે, જે 22.5W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.