જૂન મહિનામાં લૉન્ચ થશે આ ત્રણ ધાંસૂ ફોન, રેમ-પ્રૉસેસરથી લઇને મળશે શાનદાર કેમેરા ફિચર્સ.......
નવી દિલ્હીઃ જો તમે એક નવો સ્માર્ટફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો થોડી રાહ જોઇલો.... કેમકે આગામી મહિને એટલે કે જૂન મહિનામાં કેટલીક કંપનીઓ પોતાના દમદાર અને ધાંસૂ ફોનને માર્કેટમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. આમાં સેમસંગથી લઇને ઓપ્પો, વીવો અને વનપ્લસ જેવી સ્માર્ટફોન મેકર સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમે અહીં એવી ત્રણ કંપનીઓના સ્માર્ટફોન વિશે બતાવી રહ્યાં છે, જેમાં દમદાર ફિચર્સ આપવામા આવે છે. જૂન મહિનામાં પોકો, સેમસંગ અને વનપ્લસ પોતાના દમદાર ફોન લૉન્ચ કરી રહી છે, જેમાં યૂઝર્સને રેમ-પ્રૉસેસરથી લઇને શાનદાર કેમેરા ફિચર્સ મળી રહેશે.
POCO M3 Pro 5G- POCO M3 Pro 5Gમાં 6.50 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1080x2400 પિક્સલ છે. આ ફોન MediaTek Dimensity 700 SoC પ્રૉસેસર વાળો છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આમાં 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. POCO M3 Pro 5Gમાં ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોનમાં 2 મેગાપિક્સલને મેક્રો અને 2 મેગાપિક્સલનુ જ ડેપ્થ સેન્સર મળે છે. સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે POCO M3 Pro 5Gમાં 5000mAhની બેટરી આપવામા આવી છે. આ ફોન 15000 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામા આવી શકે છે.
Samsung Galaxy M32- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આગામી મહિને Samsung Galaxy M32 સ્માર્ટફોન પણ ભારતમાં એન્ટ્રી કરી શકે છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ One UI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં પરફોર્મન્સ માટે MediaTek Helio G80 પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવે છે. સાથે જ ફોનમાં ફૂલ એચડી ડિસ્પ્લે મળી શકે છે. આમાં 6GB રેમ ઉપરાંત 6000mAhની બેટરી આપવામાં આવી શકે છે. ભારતમાં આ ફોનની કિંમત 15000 થી 17000 રૂપિયાની વચ્ચે હોઇ શકે છે.
OnePlus Nord CE 5G- OnePlus Nord CE 5G ગયા વર્ષે યૂરોપિયન માર્કેટમાં લૉન્ચ થયેલા Nord N10 5Gનો સક્સેસર માનવામાં આવી રહ્યો છે. આ ફોનમાં 6.49- ઇંચ ફ્લેટ ડિસ્પ્લે, ગ્લૉસી પ્લાસ્ટિક રિયર પેનલ, મેટલ ફ્રેમ અને મોટે બેઝલ આપવામાં આવી શકે છે. સાથે જ આમાં સાઇડ પર ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવી શકે છે. ફોન ત્રિપલ રિયર કેમેરા, યૂએસબી-ટાઇપ સી પોર્ટ અને 3.5mm હેડફોન જેક જેવા ફિચર્સ હોઇ શકે છે. ફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે.આ ફોનની કિંમત 25000 રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે.