ઓગસ્ટમાં Samsung લૉન્ચ કરશે આ ત્રણ હાઇ-પ્રૉફાઇલ ગેલેક્સી સ્માર્ટફોન, જાણો ત્રણેય ફોનની કિંમતથી લઇને ખાસિયતો.....
નવી દિલ્હીઃ કોરિયન સ્માર્ટફોન મેકર સેમસંગ હવે ભારતીય માર્કેટમાં પોતાનો દબદબો વધુ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે. રિપોર્ટ છે કે, સેમસંગ ઓગસ્ટ મહિનામાં અનપેક્ટ ઇવેન્ટમાં ત્રણ હાઇ-પ્રૉફાઇલ ગેલેક્સી સ્માર્ટફોનની જાહેરાત કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્માર્ટફોન્સમાં ગેલેક્સી ફૉલ્ડ 3, ગેલેક્સી ફ્લિપ 3 અને ગેલેક્સી એસ 21 એફઇ હોવાની સંભાવના છે. જોકે, સેમસંગે આના વિશે હજુ કોઇ વધુ જાણકારી શેર નથી કરી. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી પ્રમાણે, કંપની આ સ્માર્ટફોન્સને બહુ જલ્દી લૉન્ચ કરી શકે છે, અને સ્માર્ટફોન્સ ઓગસ્ટમાં લૉન્ચ થવાની સંભાવના છે.
આ પહેલા ગેલેક્સી Z ફ્લિપને ફેબ્રુઆરી 2020માં લૉન્ચ કરવામાં આવ્યો હતો, ગેલેક્સી Z ફૉલ્ડ 2ને સપ્ટેમ્બર 2020માં લૉન્ચ કરવામાં આવ્યો હતો, અને ગેલેક્સી S20 FEને ઓક્ટોબર 2020માં લૉન્ચ કરવામાં આવ્યો હતો.
સેમસંગે ગયા વર્ષે ઓગસ્ટમાં પોતાના ગેલેક્સી નૉટ સ્માર્ટફોનને અપડેટ કર્યો હતો, પરંતુ આ વર્ષ ચિપની કમીના કારણે પોતાના લાઇનઅપથી લાંબા સમયથી સુધી ચાલનારા ફ્લેગશિપ સ્માર્ટફોનને અપડેટ કરવાની સંભાવના નથી. આ ઉપરાંત S21 અલ્ટ્રાને S પેનના સપોર્ટની સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો, જે સેમસંગના નૉટ અને S- સીરીઝ સ્માર્ટફોન્સની વચ્ચેની ખાસિયત છે.
જાણો કેટલી હશે આ સ્માર્ટફોન્સની કિંમત........ આશા રાખવામાં આવી રહી છે કે ગેલેક્સી ફૉલ્ડ 3 સ્માર્ટફોનને એક હાર્ડકૉર ડિસ્પ્લે મળશે. ફૉલ્ડ 2ની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે.
ગેલેક્સી ફ્લિપ 3ને 3 ઓગસ્ટે લૉન્ચ કરવામા આવશે, અને આની કિંમત 999 ડૉલર (લગભગ 73,000 રૂપિયા) થી લઇને 1,199 ડૉલર (લગભગ 88,000 રૂપિયા) હશે. ગેલેક્સી S21 FE S20 FEના અપડેટ વર્ઝનનુ અપડેટ માનવામાં આવી રહ્યુ છે, અને આશા રાખવામાં આવી રહી છે કે આ S21+ ના સમાન જ ઘણાબધા સ્પેશિફિકેશન્સ આપશે, પરંતુ આની કિંમત પહેલાની સરખામણીમાં ઓછી હશે.