Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
તસવીરોમાં જુઓ Apple iPhone 15 pro અને Pro Max ની વિગતો, ફોનના ચાર્જરમાં કંપનીએ કર્યો મોટો ફેરફાર
જ્યાં iPhone 15 Proમાં 6.1 ઇંચની HDR ડિસ્પ્લે મળશે. જ્યારે iPhone 15 Pro Maxમાં 6.7 ઇંચની ડિસ્પ્લે હશે. iPhone 15 pro અને iPhone 15 Pro Maxની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમની બેટરી 100 ટકા રિસાઇકલ મટિરિયલમાંથી બનાવવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAppleના iPhone 15 Pro અને Pro Maxને ટાઈટેનિયમ ડિઝાઈન સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં કસ્ટમાઈઝ્ડ એક્શન બટન અને નેક્સ્ટ જનરેશન પોટ્રેટની સુવિધા હશે. iPhone 15 pro અને Pro Max ચાર રંગોમાં લોન્ચ કરવામાં આવ્યા છે જેમ કે બ્લેક ટાઇટેનિયમ, બ્લુ ટાઇટેનિયમ, વ્હાઇટ ટાઇટેનિયમ અને નેચરલ ટાઇટેનિયમ.
આ વખતે નવી iPhone 15 સિરીઝમાં યુઝર્સને ચાર્જિંગ માટે USB Type-C પોર્ટનો સપોર્ટ મળશે. એટલે કે ફોનમાંથી લાઈટનિંગ પોર્ટ હટાવી દેવામાં આવ્યું છે. આ પોર્ટ હવે મોટાભાગના નવા એન્ડ્રોઇડમાં જોવા મળે છે
iPhone 15 Pro અને Pro Max ના કેમેરા વિશે વાત કરીએ તો, તેમની પાછળની પેનલમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હશે, જેમાં 48MPનો મુખ્ય પોટ્રેટ કેમેરો ઉપલબ્ધ હશે, જે નાઈટ મોડમાં ઉત્તમ ફોટા ક્લિક કરે છે.
નવો 24MP ફોટોનિક કેમેરો ઉપલબ્ધ થશે, જે કસ્ટમાઇઝ કેમેરા અનુભવ પ્રદાન કરશે. ઉપરાંત, ત્રીજા કેમેરામાં 5X ઓપ્ટિકલ ઝૂમ સાથે 12MP ટેલિફોટો કેમેરા હશે.
Apple એ iPhone 15 pro અને iPhone 15 Pro Max માં નવો A17 Pro ચિપસેટ પ્રદાન કર્યો છે, જે ગેમિંગ અનુભવને એક પગલું આગળ લઈ જાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે Appleની નવી A17 Pro ચિપસેટ વિશ્વની સૌથી ઝડપી ચિપસેટ છે.