જૂના ફોન વેચતા સમયે આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો મુકાશો મુશ્કેલીમાં
Apple જેવી મોટી કંપનીઓ દર વર્ષે તેમના અપડેટેડ ફોન લોન્ચ કરે છે, તેના યુઝર્સ તરત જ તેમના જૂના ફોન વેચે છે અને નવા ખરીદે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણીવાર લોકો ફોન વેચતી વખતે કોઈ સાવચેતી રાખતા નથી અને માત્ર તેને ફોર્મેટ કરીને બીજાને આપી દે છે.
જો તમે પણ આવું કરો છો તો આમ કરવાથી તમે ગંભીર મુશ્કેલીમાં ફસાઈ શકો છો, જો તમારા ફોનનો દુરુપયોગ થાય છે તો તમે સાબિત કરી શકશો નહીં કે તમે તેને વેચી દીધો હતો.
તમે જેને ફોન વેચી રહ્યા છો તેના પાસે કાગળ પર લખાણ લઇ લો અને તેનું આધાર કાર્ડ અથવા કોઈપણ એડ્રેસ પ્રૂફ પણ તમારી સાથે રાખો.
તમારા ફોનને રીસેટ કરવા સિવાય દરેક જગ્યાએથી લોગ આઉટ કરો અને તમારી કોઈપણ માહિતી ફોનમાં ન રાખો.
ઘણી વખત ફેક્ટરી રીસેટ કર્યા પછી પણ ડેટા ફોનમાં રહે છે તેથી જ આ કરતા પહેલા તમારે એક સારું જંક ક્લીનર ડાઉનલોડ કરવું જોઈએ અને તમારા ફોનને તેની ક્લીનિંગ પ્રોસેસથી પોતાનો ફોન ક્લીન કરી લો.