Smallest Phones: આ છે દુનિયાના સૌથી નાના ફોન્સ, સાઇઝ માચિસના ડબ્બાથી પણ નાની.....
World Smallest Phones: આજે અમે તમને દુનિયાના કેટલાક એવા સ્માર્ટફોન વિશે વાત કરી રહ્યાં છીએ, જેની સાઇઝ માચિસના ડબ્બાથી પણ નાની છે, એટલે કે આમને સૌથી નાના ફોન તરીકે ઓળખવામાં આવે છે, આ ફોન દુનિયાના સૌથી નાના ફોન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે મોટાભગાના લોકોની પાસે જે સ્માર્ટફોન છે, તેમાં કાં તો 5 ઇંચની સ્ક્રીન હોય છે, કેટલાક લોકો ફૉલ્ડેબલ ફોન રાખે છે, જેમાં તેમને બે સ્ક્રીન મળે છે. પણ આજે આપણે આજની વાત નહીં કરીએ, આજે અમે તમને દુનિયાના સૌથી નાના ફોન્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેની સાઇઝ માચિસના ડબ્બાથી પણ નાની છે.
Galaxy Star: ગેલેક્સી સ્ટાર એક 4G નેટવર્ક વાળો ફોન છે, જેમાં તમને બે સિમ કાર્ડ લગાવવાની સુવિધા મળે છે. આ એક કીપેડ ફોન છે, ફોનની સાઇઝ 10.11 x 10.11 x 10.11 cm છે. આને તમે અમેઝૉન પરથી ખરીદી કરી શકો છો (તસવીરો - અમેઝૉન)
IKallએ એક પેનની ડિઝાઇ વાળુ 2G નેટવર્કને સપોર્ટ કરવાનો IKALL K80 મોબાઇલ ફોન લૉન્ચ કર્યો હતો, આમાં તમને 0.6 ઇંચની ડિસ્પ્લે મળે છ ે. આ ફોનને તમે અમેઝૉન પરથી 1599 રૂપિયામાં ખરીદી શકો છો. એકવાર ચાર્જ કરવા પર આ ફોન 10 કલાક સુધી ચાલે છે. (તસવીર -YouTube)
Mony Mint: ચાઇનીઝ કંપની મોનીએ થોડાક વર્ષો પહેલા એક મેટ્રૉ કાર્ડ જેટલો ફોન લૉન્ચ કર્યો હતો, જેનુ નામ મોની મિન્ટ હતુ. આમાં ગ્રાહકોને 3 ઇંચની સ્ક્રીન મળે છે, અને આ 3GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટૉરેજની સાથે આવે છે. ખાસ વાત છે કે, આ ફોનમાં તમને 5 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળે છે. (તસવીર -YouTube)
image 7I Kall k 91 ફોન એક એવો ફોન છે, જે તમને કાનમાં ફિટ થઇ જાય છે, આ ફોનમાં તમને 0.87 ઇંચની ડિસ્પ્લે મળે છે. ફોનને તમે ફ્લિપકાર્ટ પરથી 999 રૂપિયામાં ખરીદી શકો છો. આમાં તમને 500 એમએએચની બેટરી અને ડાયલપેડ મળે છે. (તસવીરો -YouTube)
Skyshop LBSTAR BM10: Skyshop LBSTAR BM10 દુનિયાનો સૌથી નાનો ફિચર ફોન છે, જેમાં તમને 2G નેટવર્ક અને બ્લૂટૂથનો સપોર્ટ મળે છે. ફોનની ડિસ્પ્લે સાઇઝ 0.6 ઇંચની છે, આને તમે અમેઝૉન પરથી 1,699 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનમાં તમને 32mb નું સ્ટૉરેજ પણ મળે છે. (તસવીર- અમેઝૉન)