Phones Photos: દુનિયાના સૌથી મોંઘા સ્માર્ટફોનમાં સામેલ છે આ હેન્ડસેટ, હજારો-લાખો નહીં કરોડોમાં છે કિંમત
સ્માર્ટફોન આઇડિયાઃ- દુનિયામાં આજકાલ લોકોને આઇફોનનો વધુ શોખ ચઢ્યો છે, કેમ કે આ મોંઘો અને બેઝ વાળો હોય છે. જ્યારે દુનિયાના સૌથી મોંઘા સ્માર્ટફોનની કિંમત વિશે વિચારો તો તે લાખ-બે લાખ રૂપિયા હોઈ શકે છે. પરંતુ એવુ જરાય નથી, સૌથી મોંઘા સ્માર્ટફોન કરોડો રૂપિયામાં આવે છે. આવા સ્માર્ટફોન વિશે બહુ ઓછા લોકો જાણે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાલ્કન સુપરનૉવા iPhone 6 પિન્ક ડાયમંડ વિશ્વનો સૌથી મોંઘો સ્માર્ટફોન છે. edudwar.comના રિપોર્ટ્સ અનુસાર, આની કિંમત 48.5 મિલિયન ડૉલર છે.
ગૉલ્ડ પ્લેટેડ iPhone 4s Elite પણ દુનિયાના સૌથી મોંઘા સ્માર્ટફોનની સીરીઝમાં આવે છે. ગૉલ્ડમેન નેવિગેશનમાં સિંગલ 8.6ct ડાયમંડ સેટ. આ દુનિયાનો બીજો સૌથી મોંઘો ફોન છે. આની કિંમત 9.4 મિલિયન ડૉલર છે.
iPhone 4ની ડાયમંડ રૉઝ એડિશનની કિંમત 8 મિલિયન ડૉલર છે. કસ્ટમાઇઝ્ડ લૉગો પાછળ હીરાથી જડાયેલો છે. નેવિગેશનમાં પ્લેટિનમ સમર્થિત સિંગલ કટ 7.4 કેરેટ ડાયમંડ છે.
ગૉલ્ડ સ્ટ્રાઈકર iphone 3gs (ગૉલ્ડ સ્ટ્રાઈકર iphone 3GS) 3.2 મિલિયન ડૉલર છે. આ સ્માર્ટફોનની ડિવાઈસ નેવિગેશન કીમાં 7.1 કેરેટ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનને બનાવવામાં 10 મહિનાનો સમય લાગ્યો હતો.
દુનિયાના સૌથી મોંઘા સ્માર્ટફોનમાં iPhone 3G કિંગ બટન પણ મોટું નામ છે. આની કિંમત 2.4 મિલિયન ડૉલર છે. આ ફોનની કિનારી પર 138 બ્રિલિયન્ટ કટ ડાયમંડ વ્હાઇટ-ગૉલ્ડ લાઇન છે. આ સ્માર્ટફોન ઑસ્ટ્રિયન જ્વેલર પીટર એલિસન દ્વારા બનાવવામાં આવ્યો છે.
ગૉલ્ડવિશ લે મિલિયન સ્માર્ટફોન પણ વિશ્વના સૌથી મોંઘા ફોનની સીરીઝમાં છે. આની કિંમત લગભગ 1.45 મિલિયન ડૉલર છે. આ ફોન ગૉલ્ડ, યલો, વ્હાઇટ અને રૉઝ એમ ચાર કલરમાં ઉપલબ્ધ છે. ફોન MMS, SMS, E-mail માટે ટેક્સ્ટિંગ અને ચેટિંગને સપોર્ટ કરે છે.