સોની માર્કેટમાં લાવી રહ્યું છે આ 63MP કેમેરા વાળો લેટેસ્ટ સ્માર્ટફોન, સાથે મળશે આ ખાસ ફિચર્સ
નવી દિલ્હીઃ ટેક કંપની સોની (Sony) આજે પોતાની લૉન્ચ ઇવેન્ટ કરવા જઇ રહી છે. જેમાં કંપની Sony Xperia 1 IIIને લૉન્ચ કરી શકે છે. આ ઇવેન્ટમાં Xperia Compact સ્માર્ટફોનને પણ લૉન્ચ કરી શકે છે. Sony Xperia 1 III ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો હશે. આ ઉપરાંત ફોનમાં ત્રિપલ રિયર કેમેરા આપવામાં આવ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ.... સોની એક્સપીરિયા 1 III (Sony Xperia 1 III) 12 GB રેમ 256 GB સ્ટૉરેજ મૉડલ માટે ફોનની કિંમત CNY 8,999 (લગભગ 1,00,500 રૂપિયા) છે, અને આને જૂનમાં સત્તાવાર રીતે લિસ્ટેડ કરવામાં આવી શકે છે.
લીક રિપોર્ટ્સનુ માનીએ તો Sony Xperia 1 IIIમાં 6.5 ઇંચની 4K HDR OLED 10bit ડિસ્પ્લે આપવામાં આવશે. જેમાં 1,300 એનટી પીક બ્રાઇટનેસ અને 120Hz રિફ્રેશ રેટ છે. બતાવવામાં આવ્યુ છે કે ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર હશે. આ 12GB રેમ અને 256GB સ્ટૉરેજમાં આવી શકે છે. ચીનમાં 16જીબી રેમ + 512 જીબી સ્ટૉરેજ મૉડલ આવી શકે છે.
કેમેરા અને બેટરી.... ટિપ્સ્ટરના અનુસાર સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. આમાં 63-મેગાપિક્સલનો વાઇડ એન્ગલ મેન સેન્સર, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ સેકન્ડરી સેન્સર અને 12- મેગાપિક્સલ પેરિસ્કૉપ ટેલિફોટો લેન્સ મળી શકે છે.
સ્માર્ટફોનમાં 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5,000mAhની બેટરી આવી શકે છે. આ ફોન 5જીનો સપોર્ટ કરશે અને 3.5 એમએમ હેડફોન જેકની સાથે આવશે.