Vivo Y33s Launch Update: લૉન્ચ પહેલા વીવોના નવા સ્માર્ટફોનની કિંમત જાણો, ક્યારે થશે ભારતમાં એન્ટ્રી?
નવી દિલ્હીઃ ચીનની પૉપ્યૂલર સ્માર્ટફોન કંપની ભારતમાં કાલે પોતાનો નવો સ્માર્ટફોન Vivo Y33s લૉન્ચ કરવા જઇ રહી છે. વળી લૉન્ચ પહેલા આ ફોનની કિંમત અને સ્પેશિફિકેશન્સનો ખુલાસો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં આ સ્માર્ટફોનને 17 હજાર રૂપિયાની આસપાસ લૉન્ચ કરવામાં આવી શકે છે. આમાં 50 મેગાપિક્સલ કેમેરા ઉપરાંત 5000mAhની બેટરી આપવામાં આવી છે. સાથે જ પરફોર્મન્સ માટે આમાં દમદાર પ્રૉસેસરનો યૂઝ કરવામાં આવ્યો છે. જાણો ફિચર્સ વિશે.....
સ્પેશિફિકેશન્સ- Vivo Y33s સ્માર્ટફોનમાં 6.58 ઇંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન (2,400 x 1,080 પિક્સલ) છે. આ ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ ફનટચ ઓએસ 11.1 પર કામ કરે છે. આ ઓક્ટાકૉર મીડિયાટેક હીલિયો G80 પ્રૉસેસર વાળો છે. ફોનમાં 8GB રેમ 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે, જેને તમે માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે.
કેમેરા- ફોટોગ્રાફી માટે Vivo Y33s સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 50 મેગાપિક્સલનો હોઇ શકે છે. વળી, 2 મેગાપિક્સલનો મેક્રો સ્નેપર અને 2 મેગાપિક્સલનુ ડેપ્થ સેન્સર હશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
પાવર અને કનેક્ટિવિટી- પાવર માટે Vivo Y33s સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.
કનેક્ટિવિટી માટે આમાં ડ્યૂલ બેન્ડ વાઇફાઇ, બ્લૂટૂથ 5.0, જીપીએસ અને ટાઇપ સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સિક્યૉરિટી માટે આમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે.