Tech News: બદલાઇ જશે તમારુ વૉટ્સએપ, આ વર્ષે આ ફિચર્સ આવશે, જુઓ લિસ્ટ..........
Tech News: વૉટ્સએપ કંપની પોતાના યૂઝર્સ માટે અવાર નવાર જુદાજુદા અને કામના ફિચર્સ લઇને આવે છે, અને આનાથી વૉટ્સએપ એપ વધુ યૂઝર ફ્રેન્ડલી બની ગઇ છે. હવે આ કડીમાં વધુ કેટલાક ફિચર્સ આ વર્ષે એપમાં આવવા જઇ રહ્યાં છે. જાણો અહીં આ વર્ષે કયા કયા ફિચર્સ આવી શકે છે એપમાં......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટેટસ પર લગાવો પોતાનો અવાજ - આ વર્ષે વૉટ્સએપમાં સ્ટેટસ પર વૉઇસ નૉટ લગાવવાનું ફિચર આવશે, એટલે કે તમે ઇચ્છો તો તમારો અવાજ પણ સ્ટેટસ તરીકે લગાવી શકશો. હાલમાં વીડિયો, ફોટો અને ટેક્સ્ટને સ્ટેટસ તરીકે લગાવવામાં આવી શકે છે. આ વર્ષે વૉઇસ નૉટ પણ સ્ટેટસ લાગી જશે.
પિક્ચર ઇન પિક્ચર મૉડ - આઇઓએસ યૂઝર્સને વૉટ્સએપમાં આ વર્ષે પિક્ચર ઇન પિક્ચર મૉડનું ફિચર મળશે. આ ફિચરથી તમે એક વિન્ડોમાં પણ વીડિયો કૉલ જોઇ શકશો. હાલમાં જો વીડિયો કૉલથી કૉલ બટન પ્રેસ કરો છો, તો તમારો વીડિયો દેખાવવાનો બંધ થઇ જાય છે, પરંતુ આ નવા ફિચરના આવ્યા બાદ તમે વીડિયો નાની એક વિન્ડોમાં જોઇ શકશો. સાથે જ તમે અન્ય કામ પણ આસાનીથી કરી શકશો.
તારીખથી સર્ચ થશે મેસેજ - આ વર્ષે મેટા યૂઝર એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે વૉટ્સએપમાં મેસેજને સર્ચ કરવા માટે ડેટનો ઓપ્શન આપવાનુ છે. એટલે કે તમે ડેટ દ્વારા પણ મેસેજ સર્ચ કરી શકશો. આ ફિચર ખુબ કામું રહેશે.
લૉક - જો તમે ડેસ્કટૉપ કે લેપટૉપ પર વૉટ્સએપનો વધુ ઉપયોગ કરો છો, તો મેટા આ વર્ષે તમને વૉટ્સએપને લૉક કરવાનું ફિચર આપશે. હાલમાં આ સુવિધા મોબાઇલ ફોનમાં મળે છે, જે જલદી ડેસ્કટૉપ યૂઝર્સને પણ આપવામાં આવશે.
ડેસ્કટૉપ વૉટ્સએપ કૉલ્સ - આ વર્ષે વૉટ્સએપના ડેસ્કટૉપ યૂઝર્સને એપમાં 'કૉલ્સ'નુ ફિચર આપશે. જે રીતે મોબાઇલ ફોનમાં 'કૉલ્સ'નું ઓપ્શન દેખાય છે, તેવી જ રીતે ડેસ્કટૉપ યૂઝરને પણ કૉલ્સનું ફિચર વૉટ્સએપમાં નવા વર્ષે દેખાશે.
સ્ટેટસનો રિપોર્ટ - જો તમને કોઇનુ સ્ટેટસ પસંદ નથી આવતુ, તો આ વર્ષથી તમે કોઇને વૉટ્સએપ સ્ટેટસને રિપોર્ટ પણ કરી શકશો. જલદી આ ફિચર પણ આવશે.
ડિસઅપેયરિંગ મેસેજને સેવ - ઓટોમેટિકલી ડિલીટ થનારા મેસેજને પણ હવે તમે સેવ કરી શકશો. વૉટ્સએપ જલદી યૂઝર્સના કેપ્ટ મેસેજનું એક નવુ ફિચર આપશે.