Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Tech Tips: ગૂગલ ક્રૉમ વાપરતા હશો પરંતુ નહીં જાણતા હોય આ પાંચ સિક્રેટ ફિચર, જે તમારા કામને કરી દેશે ફાસ્ટ
Google Chrome: ગૂગલ ક્રૉમનો ઉપયોગ આજે વિશ્વમાં અબજો લોકો દ્વારા કરવામાં આવે છે. ક્રૉમનો ઉપયોગ મોબાઈલથી ડેસ્કટોપ સુધી થઈ રહ્યો છે. આજના સમાચાર વાંચ્યા પછી ગૂગલ ક્રૉમ પર તમારી કામ કરવાની રીત બદલાવાની છે, કારણ કે આજે અમે તમને ગૂગલ ક્રૉમની કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ જણાવીશું જેના વિશે તમે કદાચ જ જાણતા હશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્કૉગ્નિટો મૉડ - ઇન્કૉગ્નિટો મૉડમાં બ્રાઉઝ કરવા માટે Ctrl + Shift + N દબાવો. બ્રાઉઝિંગ હિસ્ટ્રી, કૂકીઝ અને કેશ આ મૉડમાં સંગ્રહિત નથી.
ટેબ પિન કરવું - મહત્વપૂર્ણ ટેબ્સને પિન કરવા માટે ટેબ પર રાઇટ-ક્લિક કરો અને Pin tab પસંદ કરો. આનાથી ટેબ નાનું થઇ જાય છે અને ભૂલથી બંધ નથી થતી.
સર્ચ બાર (Omnibox) નો ઉપયોગ - ક્રૉમનું એડ્રેસ બાર (જેને ઓમ્નિબૉક્સ કહેવાય છે) પણ સર્ચ બાર તરીકે કામ કરે છે. આમાં તમે ગણતરીઓ કરી શકો છો, યૂનિટ કન્વર્ઝેશન કરી શકો છો અને સીધી વેબસાઇટ્સને શોધી શકો છો.
પાસવર્ડ મેનેજર - ગૂગલ ક્રૉમમાં બિલ્ટ-ઇન પાસવર્ડ મેનેજર હોય છે, જે તમારા લૉગીન ક્રેડેન્શિયલ્સને સુરક્ષિત રીતે સ્ટૉર અને મેનેજ કરે છે. તમે આને સેટિંગ્સમાં જઈને એક્સેસ કરી શકો છો.
સિકિંગ ફિચર - Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરો અને તમારા બુકમાર્ક્સ, પાસવર્ડ્સ અને એક્સ્ટેન્શન્સને સિન્ક કરો જેથી તમે કોઈપણ ઉપકરણ પર સમાન અનુભવ મેળવી શકો. તેની મદદથી તમે તમારી અગાઉની સિસ્ટમના બુકમાર્ક્સ, પાસવર્ડ્સ, ઇતિહાસ વગેરેને અન્ય સિસ્ટમ્સ પર પણ સિંક કરી શકો છો.