Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
YouTube પર સૌથી વધુ સબ્સક્રાઇબર્સ કઇ ચેનલ પર છે ? અહીં જુઓ ટૉપ-10 લિસ્ટ
YouTube: Googleના વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યૂબ પર દર 60 સેકન્ડે 500 કલાકથી વધુ કન્ટેન્ટને અપલોડ થાય છે. આજે અમે તમને યુટ્યુબની સૌથી વધુ સબસ્ક્રાઇબ કરેલી 10 ચેનલો વિશે જણાવી રહ્યા છીએ. જેને જોઇને તમને પણ યુટ્યૂબ ચેનલ બનાવવા માટે રસ જાગશે, જાણો અહીં લિસ્ટ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુટ્યૂબ પર સબ્સ્ક્રાઇબર્સ સીન જેટલા મહત્વપૂર્ણ નથી. જો કે સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા પણ અમુક હદ સુધી વ્યૂઝમાં વધારો કરે છે, આ સાથે ચેનલને તમામ પ્રકારના પ્રમૉશનલ ડીલ્સ પણ મળે છે. અમે તમને વિશ્વભરમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થયેલી 10 ચેનલો વિશે આગળ જણાવી રહ્યા છીએ.
વિશ્વભરમાં સૌથી વધુ લોકોએ સબ્સ્ક્રાઇબ કરેલી YouTube ચેનલ છે- T-Series. આ એક ભારતીય ચેનલ છે જેના 254 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. આ એક ફિલ્મ પ્રૉડક્શન કંપની છે જે ગીતો રેકોર્ડ કરે છે અને તેનું વિતરણ પણ કરે છે.
આ પછી અમેરિકાની MrBeast ચેનલના સબસ્ક્રાઈબર્સની સંખ્યા સૌથી વધુ છે. 217 મિલિયન લોકોએ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી છે. આ ચેનલ પર જીમી ડૉનાલ્ડસન જુદા જુદા વિષયો પર મોંઘા વીડિયો બનાવે છે. તેનો અર્થ એ કે તેઓ તેમના ઉચ્ચ ઉત્પાદન વીડિયો માટે જાણીતા છે.
કોકોમેલોન ત્રીજા નંબરે છે. આ ચેનલના 168 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે જે બાળકો સંબંધિત તેના કાર્ટૂન વીડિયો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચોથા સ્થાને 116 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ સાથે SET India છે.
કિડ્સ ડાયના શૉ અને લાઇક નાસ્ત્ય ચેનલો પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. બંને ચેનલોના અનુક્રમે 116 મિલિયન અને 111 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. સાતમા અને આઠમા સ્થાને PewDiePie અને Vlad અને Niki ચેનલો છે, જેમના 11 મિલિયન અને 106 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.
ઝી મ્યૂઝિક કંપની અને WWE નવમા અને દસમા નંબરે છે. સબ્સ્ક્રાઇબર્સની વાત કરીએ તો, બંનેના અનુક્રમે 102 મિલિયન અને 98.4 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે.