Microsoft: માઇક્રોસૉફ્ટ યૂઝર્સ માટે મોટી ખબર, તમારા કૉમ્પ્યૂટરમાં ક્યાંક આ OS તો નથી ? કંપનીએ લીધો આ મોટો નિર્ણય
Microsoft, Windows 10: માઈક્રોસૉફ્ટ આગામી સમયમાં એવું પગલું ભરવા જઈ રહી છે કે લગભગ 24 કરોડ કૉમ્પ્યૂટર સ્ક્રેપ થઈ જશે, એટલે આ તમામ કૉમ્પ્યૂટર ભંગારમાં ફેરવાઇ જશે. કંપની ઓપરેટિંગ સિસ્ટમ માટે સપોર્ટને ખખતમ કરવા જઈ રહી છે. કંપનીના આ મોટો નિર્ણયથી કેટલાય લોકોને અસર પહોંચશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે Windows 10 નો ઉપયોગ કરો છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. ખરેખર, કંપની વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ માટે સપોર્ટ સમાપ્ત કરવા જઈ રહી છે. એટલે કે યૂઝર્સને કંપની તરફથી કોઈપણ પ્રકારની સુરક્ષા, બગ, ફિચર વગેરે અપડેટ નહીં મળે.
કંપની 10 ઓક્ટોબર, 2025 પછી સપોર્ટ સમાપ્ત કરવા જઈ રહી છે. સમસ્યા એ છે કે તેના કારણે લગભગ 24 કરોડ કૉમ્પ્યૂટર સ્ક્રેપમાં જશે. વાસ્તવમાં, કેનાલિસ રિસર્ચ જણાવે છે કે જો કંપની સપોર્ટ સમાપ્ત કરે છે, તો તે આ OS પર કામ કરતા 240 મિલિયન કૉમ્પ્યૂટરને અસર કરશે અને પછી આ બધી સિસ્ટમ્સ જંક બની જશે કારણ કે તેમની ખરીદીમાં ઘટાડો થશે.
OS કે જેના માટે કંપની સપોર્ટ આપવાનું બંધ કરે છે તે જોખમી બની જાય છે અને હેકર્સ સરળતાથી આવી સિસ્ટમોને નિશાન બનાવી શકે છે. સંશોધન દર્શાવે છે કે આ કૉમ્પ્યૂટરોમાંથી પેદા થતો કચરો અંદાજે 480 મિલિયન કિલોગ્રામ હશે, જે અંદાજે 3,20,000 વાહનોની બરાબર છે.
જો કે કંપનીએ વિન્ડોઝ 10 માટે 2028 સુધી અમુક વાર્ષિક કિંમત સાથે સપોર્ટ આપવાનું કહ્યું છે, પરંતુ તેનાથી કંપનીના વેચાણ પર પણ અસર પડશે કારણ કે લોકો ફરીથી આવા કૉમ્પ્યૂટરો ખરીદશે નહીં અને નવા પર સ્વિચ કરવું સરળ અને સસ્તું હશે.
હાલમાં, માઇક્રોસૉફ્ટની નવીનતમ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 11 છે. કંપનીએ તેને 2021માં લૉન્ચ કર્યું હતું. જૂના OS પર સપોર્ટ સમાપ્ત કર્યા પછી, કંપની એક નવા OS પર કામ કરી રહી છે જેમાં AI સુવિધાઓને સપોર્ટ કરવામાં આવશે.