Washing Machine ખરીદતી વખતે આ પાંચ વાતોનું જરૂર રાખો ધ્યાન, નહીં તો...
Washing Machine Tips: વૉશિંગ મશિનનો ઉપયોગ ભારતમાં ખુબ બહોળા પ્રમાણમાં વધ્યો છે. લોકો કપડાં ધોવા માટે ઘરે વૉશિંગ મશિન વસાવતા થયા છે, માર્કેટમાં સસ્તાથી લઇને ભારે હાઇ રેન્જ સુધીના વૉશિંગ મશિન અવેલેબલ છે, જો તમે એક સારુ વૉશિંગ મશિન ખરીદવાનું પ્લાનિંગ બનાવ્યુ છે, તો આની ખરીદી પહેલા તમારે કયું મશીન તમારા માટે યોગ્ય રહેશે તે જાણી લેવૂં જરૂરી છે. પછી તે જૂનું મૉડલ હોય કે નવું, તેને ખરીદતા પહેલા તેની જાણકારી હોવી જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે તમારા માટે વૉશિંગ મશિન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારે કઈ ક્ષમતાનું વૉશિંગ મશિન ખરીદવું જોઈએ જે તમારા પરિવાર માટે યોગ્ય છે, તો અહીં જાણીએ તેના વિશે...
જો તમારા પરિવારમાં 1 થી 2 લોકો છે, તો તમારા માટે 6 KG વૉશિંગ મશિન સારું રહેશે. જ્યારે 2-3 લોકોના પરિવાર માટે 7 કિલો, 4 થી 5 લોકોના પરિવાર માટે 8 કિલો અને 5 થી વધુ લોકોના પરિવાર માટે 8.5 થી 9 કિલોની ક્ષમતા ધરાવતું વૉશિંગ મશિન યોગ્ય રહેશે.
જ્યારે તમે વૉશિંગ મશિન ખરીદવા જાવ ત્યારે ધ્યાન રાખો કે તમે જે વૉશિંગ મશિન ખરીદી રહ્યા છો તેમાં ઇન્વર્ટર ટેક્નૉલોજી છે. તે તમારા વીજળીના વપરાશને મોટા પ્રમાણમાં ઘટાડે છે. આ ઉપરાંત મશીનમાં તાપમાન નિયંત્રક પણ હોવું જોઈએ. વૉશિંગ મશિન ન્યૂનતમ ઉર્જા વાપરે છે તેથી તે ઉર્જા કાર્યક્ષમ હોવું જોઈએ.
એટલું જ નહીં બાળકોથી બચવા માટે વૉશિંગ મશિનમાં ચાઈલ્ડ લૉક લગાવવું જોઈએ. વૉશિંગ મશિનમાં ઑટો વૉશિંગ પ્રોગ્રામ ચલાવવો જોઈએ, જેથી તે ચોક્કસ સમયે શરૂ થઈ શકે. આ ઉપરાંત મશીનમાં પ્રી-સૉક ઓપ્શન, આ પ્રક્રિયાનો ઉપયોગ વધુ ગંદા કપડા સાફ કરવા માટે થાય છે.
જોકે, જો તમે ફ્રન્ટ લૉડ વૉશિંગ મશિન ખરીદી રહ્યા છો, તો તેને ખરીદતી વખતે તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમાં ડાયરેક્ટ મૉટર છે. તે બે પ્રકારની મૉટરમાં આવે છે. પ્રથમ ડાયરેક્ટ મૉટર છે જે ડ્રમ સાથે જોડાયેલ છે અને બીજું, વૉશિંગ મશિનનું ડ્રમ બેલ્ટ દ્વારા મૉટર્સ સાથે જોડાયેલ છે.