Best smartphone: દિવાળી પર સ્માર્ટફોન પર ધાંસૂ સેલ, સસ્તામાં મળી રહ્યાં છે આ પાંચ 5G ફોન, જુઓ....
જો તમે 20,000 રૂપિયાના બજેટમાં તમારા માટે નવો 5G ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને કેટલાક બેસ્ટ ઓપ્શન જણાવી રહ્યા છીએ.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7
Best smartphone: દિવાળી સમયે ઇ-કૉમર્સ પ્લેટફોર્મ પર ભારે સેલ અને ઓફર ચાલી રહી છે, આમાં સ્માર્ટફોન સામેલ છે, જો તમે એક સારો 5G ફોન ખરીદવાનુ્ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અહીં બેસ્ટ ડિટેલ્સ અવેલેબલ છે. જો તમે 20,000 રૂપિયાના બજેટમાં તમારા માટે નવો 5G ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને કેટલાક બેસ્ટ ઓપ્શન જણાવી રહ્યા છીએ. આમાં તમને દિવાળી સેલ હેઠળ આકર્ષક ઑફર્સ આપવામાં આવી રહી છે.
2/7
આ ફેસ્ટિવલ સેલ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર આજે રાત્રે 11:59 વાગ્યા સુધી ચાલશે. એટલે કે આજે સેલનો લાસ્ટ ડે છે. આવી સ્થિતિમાં તમે સેલનો લાભ લઈ શકો છો અને તમારા માટે સસ્તી કિંમતે નવો ફોન મેળવી શકો છો. ફ્લિપકાર્ટ પર બજેટ, મિડ રેન્જ, ફ્લેગશિપ અને પ્રીમિયમ કેટેગરીના સ્માર્ટફોન પર સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
3/7
એમેઝૉન પર પણ બજેટ સ્માર્ટફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો કે, એમેઝૉન પર વેચાણ હવે સમાપ્ત થઈ ગયું છે. સેલ પૂરો થઈ ગયો હોવા છતાં કેટલાક સ્માર્ટફોન પર કૂપન અને બેંક ઓફર્સનો લાભ આપવામાં આવી રહ્યો છે.
4/7
OnePlus Nord CE 3 Lite: તમે Amazon પરથી આ સ્માર્ટફોનને 2,000 રૂપિયામાં સસ્તામાં ખરીદી શકો છો. જોકે ફોનની કિંમત 19,999 રૂપિયા લિસ્ટ કરવામાં આવી છે, પરંતુ તેના પર 1,500 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ અને 500 રૂપિયાની કૂપન આપવામાં આવી રહી છે. તમને સ્માર્ટફોનમાં 108MPનો કેમેરો મળે છે.
5/7
Redmi Note 12: આ ફોનના 4/64GB વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા છે. પસંદગીના બેંક કાર્ડ પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે Redmi Note 12નું 5G વેરિઅન્ટ પણ લઈ શકો છો. આમાં તમને 5000 mAh બેટરી અને 50MP કેમેરા મળે છે.
6/7
Samsung Galaxy M14: તમે આ ફોન એમેઝોન પરથી 12,039 રૂપિયામાં ખરીદી શકો છો. તેમાં 6000 mAh બેટરી, 50MP પ્રાથમિક કેમેરા અને Exynos 1330 Octa Core 2.4GH 5nm પ્રોસેસર છે.
7/7
iQOO Z7s 5G: આમાં તમને 6.38-inch AMOLED ડિસ્પ્લે, Qualcomm Snapdragon 695 5G ચિપસેટ, 44W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,500 mAh બેટરી અને Android 13 ઑપરેટિંગ સિસ્ટમ સાથે IP54 રેટિંગ મળે છે. Amazon પર આ સ્માર્ટફોન પર પસંદગીના બેંક કાર્ડ્સ પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સ્માર્ટફોન પર 16,100 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ છે.
Published at : 11 Nov 2023 12:02 PM (IST)