Power Bank: 3000 રૂપિયાથી ઓછામાં પાવર બેન્ક ખરીદવા છે, તો આ ઓપ્શન છે બેસ્ટ....
Power Bank: જો તમારી વીકલી લાઇફ કેટલાય ઇલેક્ટ્રૉનિક ગેજેટ્સ જેવા કે લેપટૉપ, મોબાઇલની આજુબાજુ રહે છે, તો પાવર બેન્ક તમારા માટે ખુબ મહત્વની બની જશે, કેમ કે પાવર બેન્કથી તમે કોઇપણ વસ્તુ ચાર્જ કરી શકો છો, આજે અમે તમને આ આર્ટિકલમાં ટૉપ પાવરબેન્ક વિશે બતાવી રહ્યાં છીએ, જે તમને 3000 રૂપિયાની અંદર મળી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMi Power Bank 3i 20000mAh: - આ mi ની લેટેસ્ટ એડિશન છે, આની બલુઆ પથ્થરની બનેલી છે. જે સારી પક્કડ આપે છે. આનુ સૌથી ખાસ ફિચર એ છે કે, આનાથી એકવારમાં ત્રણ ડિવાઇસ ચાર્જ કરી શકો છો. આ ત્રિપલ પૉર્ટ આઉટપુટના કારણે આ ભારતમાં ઉપલબ્ધ 20000 એમએએચની સૌથી સારી પાવરબેન્ક કહેવામાં આવે છે, આમાં ટાઇપ સી અને મિની યુએસબીનો સપોર્ટ છે. આ 18W ફાસ્ટ ચાર્જિંગના કારણે ફોન જલદી ચાર્જ કરે છે, આની કિંમત 1999 રૂપિયા છે.
Redmi 20000mAh Li-Polymer Power Bank: - આ Power Bank ને ફેબ્રુઆરી 2020 માં લૉન્ચ કરવામાં આવી હતી, આનો આકાર નાનો છે, એટલે આસાનીથી ખિસ્સામાં આવી જાય છે. આની કિંમત 1899 રૂપિયા છે. આમાં માઇક્રો યુએસબીનો સપોર્ટ છે, આની બેટરી કેપેસિટી 20000mAh છે.
Ambrane 20000mAh Power Bank : - Ambrane Stylo 20K ની બેટરી લાઇફ 20000mAh છે. આમાં 20W ચાર્જિંગની સુવિધા છે, આમાં બે યુએસબી અને એક ટાઇપ સી પોર્ટ આપવામાં આવ્યો છે. આની કિંમત 1799 રૂપિયા છે.
Realme Lithium Polymer 20000mAh Power Bank : - રિયલમી 20000 એમએએચની પાવર બેન્ક પૉર્ટેબલ અને લાંબા સમય સુધી ચાલનારું ડિવાઇસ છે. આ માત્ર પાવર બટનને ડબલ ક્લિક કરીને તમારા ડિવાઇસની બેટરીને સુરક્ષિત કરે છે, અને આની લાઇફને વધારે છે.આની કિંમત 2462 રૂપિયા છે. આમાં યુએસબી કનેક્ટનો સપોર્ટ છે.
Portronics power 45 20000mAh Power Bank: - આ પાવર બેન્ક 20000mAh બેટરી કેપેસિટીની સાથે આવે છે, આ પાવર બેન્કની બૉડીમાં ગ્લૉસી ફિનિશ અને એન્ટી સ્કિડ ગ્રિપ આપવામાં આવી છે, એટલા માટે આ હાથ કે ટેબલ પર લપસી નથી પડતી, આમાં એક ટાઇપ સી અને એક માઇક્રો યુએસબી ઇનપુટ કનેક્ટર આપવામાં આવ્યુ છે, આની કિંમત 2590 રૂપિયા છે. આમાં 45W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા છે.