20,000થી ઓછી કિંમતના આ પાંચ સ્માર્ટફોનમાં છે દમદાર પ્રૉસેસર, રેમ અને કેમેરા, તમારો બેસ્ટ ઓપ્શન બની શકે છે આ ફોન
નવી દિલ્હીઃ કોરોના કાળમાં જો તમે એક સારો ફોન ખરીદવાનુ વિચારી રહ્યાં છો, અને તમારુ બજેટ પણ મીડિયમ રેન્જ ફોન ખરીદવા સુધીનુ છે, તો તમે અહીં બતાવેલા પાંચ ફોનમાથી એક ફોન ફક્ત 20 હજાર રૂપિયાની ઓછી કિંમતમાં સારા અને લેટેસ્ટ ફિચર્સ સાથે ખરીદી શકો છો. અહીં 20,000 રૂપિયાથી ઓછી કિંમતના બેસ્ટ કેમેરા અને પ્રૉસેસર-રેમ વાળા ફોન બતાવવામા આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSamsung Galaxy M31- સેમસંગનો આ ફોન કેમેરા મામલામાં ખુબ જબરદસ્ત છે, આમાં 64MP+8MP+5MP+5MPનો રિયર કેમેરા સેટઅપ અને 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 6GB રેમ અને 128GB સ્ટૉરેજ છે. 6.4 ઇંચની ડિસ્પ્લે વાળો આ સ્માર્ટફોન દમદાર પ્રૉસેસરની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો છે. આની કિંમત 16,499 રૂપિયા છે.
Redmi Note 10 Pro Max- ચીની સ્માર્ટફોન નિર્માતા શ્યાઓમીનો આ ફોન કેમેરાના મામલે ખુબ જાણીતો છે. આમાં 108MP+8MP+5MP+2MPનો શાનદાર રિયર કેમેરા સેટઅપ અને 16MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 6.67 ઇંચની ડિસ્પ્લે વાળા આ ફોનમાં 6GB રેમ અને 64GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોનની કિંમત 19,999 રૂપિયા છે.
Realme Narzo 30 Pro- રિયલમીનો આ ફોન શાનદાર ફિચર્સ વાળો છે, અને આમાં 48MP+8MP+2MPનો રિયર કેમેરા સેટઅપ અને 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 6.5 ઇંચની ડિસ્પ્લે વાળા આ ફોનમાં 8GB રેમ અને 128GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ સ્માર્ટફોનની કિંમત 18,499 રૂપિયા છે.
Infinix Zero 8i- ઇનફિનિક્સના આ ફોનમાં 6.8 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, કેમેરાની વાત કરીએ તો આમાં 48MP+8MP+2MP+AI lensનો શાનદાર રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. ખાસ વાત છે કે આમાં 16MP+8MPનો ડ્યૂલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આમાં 8GB રેમ અને 128GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આ ફોનની કિંમત લગભગ 15,999 રૂપિયા છે.