આ પાંચ સ્માર્ટફોનમાં છે 5 ઇંચથી પણ મોટી ડિસ્પ્લે, કિંમત છે 5000 રૂપિયાથી પણ ઓછી
નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન કંપનીઓની વચ્ચે કૉમ્ટિશીશન ખુબ ઝડપથી વધી ગઇ છે. કંપનીઓ પોતાના લૉ બજેટ સ્માર્ટફોન પણ તમને એડવાન્સ્ડ ટેકનોલૉજી આપી રહી છે, જેનાથી કસ્ટમર્સ વધુમાં વધુ તેની તરફ આકર્ષિત થઇ શકે. જો તમે ઓછી કિંમતે એટલે કે પાંચ હજારથી ઓછી કિંમતમાં સારો અને મોટી ડિસ્પ્લે વાળો ફોન ખરીદવા માંગતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. મોટી સ્ક્રીન, લેટેસ્ટ ટેકનોલૉજી અને દમદાર બેટરી આ ફોનમાં આપેલી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1- Samsung Galaxy M01 Core- ઓછી કિંમતમાં સેમસંગ ગેલેક્સી M01 કોર એક સારો ફોન છે. આમાં 5.3 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામા આવી છે. જોવામા આ ખુબ મોટી છે. આ ફોનમાં 3000 mAhની બેટરી છે. આના 1 જીબી રેમ અને 16 જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટ 4,999 રૂપિયામાં મળી જશે.
2- Nokia 1- નોકિયાના આ ફોનમાં 4.5 ઇંચની IPS LCD સ્ક્રીન આપવામાં આવી છે. જેની પિક્સલ ડેન્સિટી 218 પિક્સલ પર ઇંચની જ છે. આ ફોનમાં 2150 mAhની બેટરી આપવામાં આવી છે. તમે આ ફોનને 4,672 રૂપિયામાં ખરીદી શકો છો.
3- Panasonic Eluga I7- પેનાસૉનિકનો આ ફોન તમને 5 હજાર રૂપિયામાં મળી જશે. આમાં 5.45 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 4000 mAhની દમદાર બેટરી આપવામા આવી છે.
4- Micromax Bharat 2 Plus- માઇક્રોમેક્સનો આ ફોન 4,200 રૂપિયામાં મળી જશે, માઇક્રોમેક્સ ભારત 2 પ્લસ સ્માર્ટફોનમાં 4 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. જોકે બેટરી થોડી ઓછી છે, આમાં 1600 mAhની બેટરી આપવામાં આપવામાં આવી છે.
5- Itel A25 Pro- આ ફોનની કિંમત 4,999 રૂપિયા છે. આ ફોનમાં 3020 mAhની બેટરી આપવામાં આવી છે. કેમેરા સહિતના અન્ય ફિચર્સ પણ આ ફોનમાં બેસ્ટ છે. આમાં 5 ઇંચની HD ડિસ્પ્લે આપવામાં આવી છે.