18GB રેમ વાળો આ મોંઘોદાટ ગેમિંગ ફોન આજે મળી રહ્યો છે સસ્તામાં, ગેમના શોખીનોને મળે છે આમાં શાનદાર ફિચર્સ, જાણો વિગતે
નવી દિલ્હીઃ આસુસનો (Asus) ધાંસૂ ગેમિંગ ફોન રોગ ફોન 5 (Asus ROG Phone 5)ની ભારતમાં આજે પહેલો સેલ છે. સેલ આજે બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ પર શરૂ થશે. કંપનીએ આને તાજેતરમાં જ લૉન્ચ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમાં ત્રણ વેરિએન્ટ્સ આપવામાં આવ્યા છે, જેમાં ROG Phone 5, ROG Phone 5 Pro, ROG Phone 5 Ultimate સામેલ છે. Asus ROG Phone 5 Ultimate 18 GB રેમ આપવામાં આવી છે. આના કારણે આ ફોન ખુબ પૉપ્યુલર થઇ ગયો છે. જાણો ફોનની કિંમત અને ઓફર વિશે......
કિંમત અને ઓફર... Asus ROG Phone 5ના 8GB રેમ +128GB સ્ટૉરેજ વાળા વેરિન્ટની કિંમત 49,999 રૂપિયા છે. વળી આના 12GB રેમ + 256GB સ્ટૉરેજ વાળા મૉડલની પ્રાઇસ 57,999 રૂપિયા છે. આ ફોન ફેન્ટમ અને સ્ટોર્મ વ્હાઇટ કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
ફ્લિપકાર્ટના આ સેલમાં તમને ફ્લિપકાર્ટ એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ પર પાંચ ટકાનુ અનલિમીટેડ કેશબેક ઓફર કરવામાં આવશે. સાથે જ આમાં 16,500 રૂપિયાનુ એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહ્યું છે.
Asus ROG Phone 5ની સ્પેશિફિકેશન્સ.... Asus ROG Phone 5માં 6.78- ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝૉલ્યૂશન 1,080x2,448 પિક્સલ છે. આની ડિસ્પ્લેને કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસથી પ્રૉટેક્ટ કરવામાં આવી છે.
ફોન ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આ ફોનમાં અત્યાર સુધીની સૌથી વધુ 18 GB રેમ આપવામાં આવી છે. ફોનમાં 512 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
ગેમિંગ માટે છે શાનદાર ફોન..... ROG Phone 3ની જેમ Asus ROG Phone 5માં પણ AirTrigger 5, ડ્યૂલ ફ્રન્ટ-ફાયરિંગ સ્પીકર્સ, મલ્ટી એન્ટીના વાઇફાઇ અને ક્વાડ માઇક નૉઇસ કેન્સેલિંગ સિસ્ટમ ફિચર્સ આપવામાં આવ્યા છે.
ગેમિંગના શોખીનો માટે આ ફોનમાં અસ્ટ્રાસૉનિક બટન આપવામાં આવ્યુ છે. આસુસના આ ફોનના બેક કવર પર બે એક્સ્ટ્રા કેપેસિટિવ એરિયા આપવામાં આવ્યો છે.
ખાસ વાત છે કે આ ફોનમાં દમદાર કેમેરા સાથે બેટરી છે, આમાં 6,000mAhની પાવરફૂલ બેટરી આપવામાં આવી છે. આ ફોનનુ વજન 238 ગ્રામ છે.