108MP કેમેરા સેટઅપ વાળા આ ચાર ફોન માર્કેટમાં મચાવી રહ્યાં છે ધૂમ, ફોટોગ્રાફી માટે ફોનમાં છે બેસ્ટ ફિચર્સ, જાણો.....
નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં અત્યારે ઘણીબધી કંપનીઓના સ્માર્ટફોન અવેલેબલ છે. હાલના સમય અને ક્રેઝ પ્રમાણે મોટાભાગની કંપનીઓ પોતાના સ્માર્ટફોનમાં દમદાર કેમેરા સેટઅપ આપી રહી છે, જેથી ફોટોગ્રાફી માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. જો તમે એક સારો ફોટોગ્રાફીની રીતે યોગ્ય ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારા માટે અહીં બતાવેલા ચાર ફોન બેસ્ટ સાબિત થઇ શકે છે, કેમકે આ દરેક ફોનમાં 108MPના કેમેરા સેટઅપ આપવામા આવ્યા છે. જાણો દરેક સ્માર્ટફોન વિશે.....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMotorola Edge Plus- આ ફોનની કિંમત 54,999 રૂપિયા છે. કેમેરાની વાત કરીએ તો આમાં ફોટોગ્રાફી માટે 108 MP નુ પ્રાઇમરી સેન્સર, 16 MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, 8 MPનો એક ટેલિફોટો લેન્સર અને એક ટાઇમ ઓફ ફ્લાઇટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે. આમાં સેલ્ફી માટે આમાં 25 મેગાપિક્સલનો કેમેરો મળશે.
Mi 10i- કેમેરાના મામલે આ એક શાનદાર ફોન છે. આ ફોનમાં 4 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 108 MPનો પ્રાઇમરી સેન્સર, 8 MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ, 2 MPનો મેક્રો અને 2 MPનુ ડેપ્થ સેન્સર અવેલેબલ છે. ફોનમાં સેલ્ફી માટે 16 MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 19,999 રૂપિયા છે.
Samsung Galaxy S21 Ultra- આ ફોનની કિંમત 1,05,999 રૂપિયા છે, જોકે ફિચર્સના મામલે એકદમ શાનદાર છે. આ ફોનમાં કેમેરાની વાત કરીએ તો આના બેકમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 108 MPનો પ્રાઇમી કેમેરો આપવામાં આવ્યો છે. વળી બેકમાં 12 MPનો ડ્યૂલ પિક્સલ સેન્સર, 10 MPનો ટેલિફોટો લેન્સ અને 10 MPનો બીજુ એક સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે શાનદાર 40 MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Mi 10T Pro- જો બજેટ ઓછુ હોય તો શ્યાઓમીનો આ ફોન સારો ઓપ્શન બની શકે છે. ફોનમાં 108 MPનો ક્વાડ રિયર કેમેરા અને 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે. આ ફોનની કિંમત લગભગ 39,999 રૂપિયા છે.