Auto Expoમાં રજૂ કરવામાં આવી આ 5 ઇલેક્ટ્રિક કાર! અદ્યતન સુવિધાઓ સાથે જબરદસ્ત છે રેંજ
Hyundai Ioniq 5: નવી Hyundai Ioniq 5 SUV ઓટો એક્સ્પો 2023ના પ્રથમ દિવસે એક જ સંપૂર્ણ લોડ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કારની કિંમત 44.95 લાખ રૂપિયા રાખવામાં આવી છે. Ioniq 5નું બુકિંગ 21 ડિસેમ્બર, 2022થી જ શરૂ થયું હતું. તેની બુકિંગ રકમ 1 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. જે ફક્ત પ્રથમ 500 ગ્રાહકો માટે છે. નવી Hyundai Ioniq 5 સિંગલ પાવરટ્રેન વિકલ્પ સાથે લોન્ચ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTata Sierra EV: ટાટા મોટર્સે આ મોટર-શોમાં તેના બીજા કોન્સેપ્ટ તરીકે Sierra EVનું નવું વર્ઝન રજૂ કર્યું છે. અગાઉના કોન્સેપ્ટની સરખામણીમાં તેને પાંચ દરવાજા આપવામાં આવ્યા છે, આ સિવાય મોટી ગ્લોસ રૂફ આ SUVને વધુ આકર્ષક બનાવે છે. ટાટા સિએરાના વારસાને આગળ વધારતા, તેને એક ગ્લોસ વિસ્તાર આપવામાં આવ્યો છે. જે બંને બાજુઓ અને છતને મોટા પ્રમાણમાં આવરી લે છે.
Tata Harrier EV: ટાટા મોટર્સ તેના ઈલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયો પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપનીએ આ મોટર શોમાં તેની હાલની SUV Harrierનું નવું ઇલેક્ટ્રિક વર્ઝન રજૂ કર્યું છે. તેની બેટરીની ક્ષમતા લગભગ 60 kWh હશે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ SUV લગભગ 400 થી 450 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપશે.
MG4 EV: આ કાર MG4 EV સિંગલ ચાર્જમાં 432km સુધી જશે. કંપનીએ તેને તેના નવા મોડ્યુલર સ્કેલેબલ પ્લેટફોર્મ (MSP) પર વિકસાવ્યું છે. આવનારા સમયમાં આ પ્લેટફોર્મનો ઉપયોગ અન્ય MG વાહનોમાં પણ થઈ શકે છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ 40kWh બેટરી પેકથી લઈને 150kWh ક્ષમતાવાળા વાહનો માટે થઈ શકે છે.