TV જોનારાઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા, એક ફેબ્રુઆરીથી આટલી વધી જશે કિંમત
TV Subscription Price Hike February 2025: ટીવી દર્શકો માટેના નિયમોમાં આવતા મહિને એટલે કે 1લી ફેબ્રુઆરી 2025થી ફેરફારો થઈ શકે છે. તમારે આવતા મહિનાથી ટીવી જોવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે કારણ કે મોટા ટીવી બ્રોડકાસ્ટર્સે ચેનલોના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં જો તમે પણ પેઇડ ડીટીએચ સેવાનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે રિચાર્જ માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નિર્ણય એવા સમયે લેવામાં આવી રહ્યો છે જ્યારે દેશમાં OTT પ્લેટફોર્મની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. DTH સેવાને બદલે લોકો Netflix અને Amazon Prime જેવી OTT એપ્સ જોવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે બધું જાણવા છતાં બ્રોડકાસ્ટર્સ ચેનલના ભાવ કેમ વધારી રહ્યા છે?
વાસ્તવમાં ટીવી બ્રોડકાસ્ટર્સ દાવો કરી રહ્યા છે કે સામગ્રીની કિંમત સતત વધી રહી છે. આવી સ્થિતિમાં જાહેરાતોથી થતી આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રોડકાસ્ટર્સે સંયુક્ત રીતે ટીવી ચેનલોના ભાવ વધારવાની જાહેરાત કરી છે, કારણ કે તેમના માટે સારી સામગ્રીની ગુણવત્તા જાળવી રાખવી મુશ્કેલ બની રહી છે. આ ઉપરાંત કંપનીઓના સંચાલન ખર્ચમાં પણ વધારો થયો છે.
ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર, ટીવી બ્રોડકાસ્ટર્સ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા (SPNI) અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ (ZEEL)એ ચેનલ પેકેજની કિંમતમાં 10 ટકાથી વધુનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
Jiostarએ તેના ચેનલ પેકેજની કિંમતમાં વધારો કરવાનો પણ સંકેત આપ્યો છે. આવી સ્થિતિમાં જિયો સ્ટારના ચેનલ પેકની કિંમત ટૂંક સમયમાં વધી શકે છે. અહેવાલો અનુસાર, SPNI એ તેના “હેપ્પી ઈન્ડિયા સ્માર્ટ હિન્દી પેક”ની કિંમત 48 રૂપિયાથી વધારીને 54 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.
ZEEL એ “ફેમિલી પેક હિન્દી SD” ની કિંમત 47 થી વધારીને 53 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે, જેમાં હવે “Zee Café” નામની અંગ્રેજી મનોરંજન ચેનલ પણ ઉમેરવામાં આવી છે.