યુટ્યૂબની જેમ હવે ટ્વીટર આપી રહ્યું છે પૈસા, એક યૂઝરને પહેલું જ પેમેન્ટ મળ્યું 5 લાખ રૂપિયા, જાણો શું છે કમાવવાની પ્રૉસેસ ?
Twitter: યુટ્યુબની જેમ હવે ટ્વીટર પણ લોકોને રૂપિયા કમાવાની તક આપી રહ્યું છે. જોકે, આ માટે કેટલીક શરતો છે જે તમારે પૂરી કરવી પડશે. તો જ તમારી કમાણી શરૂ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTwitter પરથી કમાવવા માટે સૌથી મહત્વીની વાત એ છે કે તમે Twitter Blue પર સબ્સ્ક્રાઇબ કરેલું હોય, અથવા તમે વેરિફાઇડ સંસ્થાનો એક ભાગ હોવા જોઇએ. ફ્રી યૂઝર્સને કોઈ પૈસા નહીં મળે. હાલમાં જાહેરાત રેવન્યૂ શેરિંગ પ્રૉગ્રામ માત્ર અમૂક લોકો માટે છે, જે આવનારા સમયમાં બધા માટે શરૂ કરવામાં આવશે.
રૂપિયા ફક્ત તે જ લોકોને આપવામાં આવશે જે જાહેરાત આવક વહેંચણી કાર્યક્રમ માટે પાત્ર હશે. જ્યારે તમે છેલ્લા 3 મહિનામાં સતત તમારા એકાઉન્ટ પર 5 મિલિયનથી વધુ ટ્વીટ ઇમ્પ્રેશન મેળવશો ત્યારે તમે પાત્ર બનશો. આ ઉપરાંત તમારે સખત માનવ સમીક્ષા પ્રક્રિયાને સફળતાપૂર્વક પસાર કરવી પડશે.
જો તમારી રિક્વેસ્ટ મંજૂર થાય છે, તો તમારે એક સ્ટ્રાઇપ ખાતું ખોલાવવું પડશે જેથી ચૂકવણી તમારા સુધી પહોંચી શકે. તમને સેટિંગમાં મુદ્રીકરણ હેઠળ જાહેરાત આવક કાર્યક્રમ માટે અરજી કરવાનો ઓપ્શન મળશે. ધ્યાન રહે હાલમાં આ કાર્યક્રમ માત્ર અમૂક લોકો માટે શરૂ જ કરવામાં આવ્યો છે.
આ પ્રૉગ્રામ માટે અરજી કરતા પહેલા ક્રિએટર્સને સબ્સ્ક્રિપ્શન નીતિઓનું પણ પાલન કરવું આવશ્યક છે. તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ઉપરાંત પ્રૉફાઇલ વેરિફાઈડ ઈમેલ સાથે પુરી હોવી જોઈએ અને 2FA પણ ચાલુ હોવું જોઈએ. આ સિવાય એકાઉન્ટ પર 500 એક્ટિવ ફોલૉઅર્સ હોવા જોઈએ અને ભૂતકાળમાં ટ્વીટર યૂઝર એગ્રીમેન્ટનું ઉલ્લંઘન થયું ના હોવું જોઈએ.
the vergના અહેવાલ મુજબ, કંપની કેટલાક ક્રિએટર્સને 1,000 થી 40,000 ડૉલર ચૂકવી રહી છે. એટલે કે ક્રિએટર્સને મોટી રકમ આપવામાં આવી રહી છે.