BOB Whatsapp Banking: બેન્ક ઓફ બરોડાના ગ્રાહકોને નહીં જવુ પડે બ્રાન્ચ, હવે WhatsApp પર જ પર કરો તમામ કામો.......
BOB Whatsapp Banking Balance Check: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (Whatsapp) આપણી જિંદગીનો એક મહત્વનો ભાગ બની ચૂક્યુ છે. સામાન્ય જરૂરિયાતો પડે ત્યારે વૉટ્સએપ આપણું કામ આસાન બનાવી દે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્યારે ઘણીબધી બેન્કો વૉટ્સએપ દ્વારા બેન્કિંગની સુવિધા આપી રહી છે. વળી, સાર્વજનિક ક્ષેત્રની બેન્ક - બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) પણ વૉટ્સએપ બેન્કિંગની સુવિધા આપી રહી છે.
તમે બેન્ક ઓફ બરોડાના વૉટ્સએપ નંબર પર ચેટ દ્વારા બેન્ક બેલેન્સ અને મિની સ્ટેટમેન્ટની જાણકારી સહિતની કેટલીય સર્વિસનો ફાયદો ઉઠાવી શકો છો.
બેન્ક ઓફ બરોડાની વૉટ્સએપ બેન્કિંગ સેવા હિન્દી અને અંગ્રેજી બન્નેમાં ઉપલબ્ધ છે. બેન્કના ગ્રાહકો ઘરે બેઠાં બેઠા માત્ર પોતાની વૉટ્સએપ બેન્કિંગ દ્વારા એકાઉન્ટ બેલેન્સની તપાસ કરી શકે છે, આ ઉપરાંત મિની સ્ટેટમેન્ટ, ડેબિટ કાર્ડ બ્લૉક કરવા, ચેકબુક વગેરે માટે રિક્વેસ્ટ કરી શકે છે.
જો તમે પણ પોતાના સ્માર્ટફોનમાં બેન્ક ઓફ બરોડા વૉટ્સએપ બેન્કિંગ શરૂ કરવા ઇચ્છો છો, તો સૌથી પહેલા 8433888777 નંબર પર પોતાનો મોબાઇલમાં સેવ કરો, આ પછી આ નંબર પર Hi મોકલો.
બેન્ક ઓફ બરોડા પોતાના તરફથી ઉપલબ્ધ સર્વિસનુ લિસ્ટ તમારી સામે મુકશે. હવે લિસ્ટમાં આવશ્યક સર્વિસની કીવર્ડ ટાઇપ કરો અને તેના પર ક્લિક કરીને ઉપયોગ કરી શકો છો.
બેન્ક ઓફ બરોડાની વૉટ્સએપ બેન્કિંગની સાથે સાથે 24×7 બેન્કિંગ સુવિધાઓનો ફાયદો લઇ શકો છો. તમે તમારા બેલેન્સ ચેક કરવુ, મિની સ્ટેટમેન્ટ સહિત અન્ય કેટલીય સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકો છે.