Shortcuts: જાણી લો આ શૉર્ટકટ, એક ક્લિકથી તમે શું શું કરી શકો છો WhatsAppમાં......
WhatsApp Desktop 9 shortcuts: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ આજકાલ દુનિયાભરમાં કરોડો યૂઝર્સની પહેલી પસંદ થઇ ચૂકી છે. વૉટ્સએપનુ વેબ વર્ઝન ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મના મોટાભાગના ફિચર્સને મોટી સ્ક્રીન પર એક્સેસ કરવુ આસાન બનાવે છે. અહીં કેટલાક કીબૉર્ડ શૉર્ટકટ બતાવવામાં આવ્યા છે, જે પ્લેટફોર્મનનો ઉપયોગ કરવાનુ આસાન બનાવે છે. જાણો આ વૉટ્સએપના મહત્વના 9 શૉર્ટકટ -
Download ABP Live App and Watch All Latest Videos
View In AppArchive chat - ચેટને અર્કાઇવ કરવા માટે તમારે Ctrl + Alt + Shift + E નો ઉપયોગ કરવો પડશે.
Pin chat - કોઇપણ ચેટને પિન કરીને ટૉપ પર લાવવા માટે તમારે Ctrl + Alt + Shift + P નો ઉપયોગ કરવો પડશે.
Search chat - જો કોઇ ચેટને સર્ચ કરવી છે, તો તમે Ctrl + Alt + Shift + F શૉર્ટકટનો ઉપયોગ કરી શકો છો.
Mute - કોઇ ચેટને મ્યૂટ કરવી છે તો તેના માટે શૉર્ટકટ Ctrl + Alt + Shift + M છે.
Delete chat - કોઇપણ ચેટને પોતાના વૉટ્સએપ પરથી ડિલીટ કરવી છે, તો તેના માટે તમારે Ctrl + Alt + Backspace નો ઉપયોગ કરવો પડશે.
New group - પોતાના વૉટ્સએપ પર કોઇ નવુ ગૃપ બનાવવા માંગો છો, તે તેના માટે તમારે Ctrl + Alt + Shift + N નો ઉપયોગ કરવો પડશે.
Profile and about - કોઇ યૂઝરની પ્રૉફાઇલ અને અબાઉટ ઇન્ફૉર્મેશન ચેક કરવા માટે Ctrl + Alt + P નો ઉપયોગ કરવાનો છે.
Access Settings - જો યૂઝર સેટિંગ્સ એક્સેસ કરવા માંગે છે, તો Ctrl + Alt + , (comma) નો ઉપયોગ કરવો પડશે.
Mark as unread - કોઇપણ ચેટને અનરીડ માર્ક કરવા માટે તમારે Ctrl + Alt + Shift + U નો ઉપયોગ કરવો પડશે.