ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ.... Valentine Week માટે અહીંથી શોધો તમારી પસંદગીનો પાર્ટનર, આ એપ્સ આવશે કામ
જો તમારો કોઇ પાર્ટનર નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, ગર્લફ્રેન્ડ હોય કે બૉયફ્રેન્ડ તમે અહીં બતાવેલી પાંચ બેસ્ટ ડેટિંગ એપ્સ પરથી તમારી પસંદગીનો પાર્ટનર શોધી શકો છો.
ફાઇલ તસવીર
1/6
Valentine Week: અત્યારે દુનિયાભરમાં વેલેન્ટાઇન વીકની ઉજવણી થઇ રહી છે, લોકો પોતપોતાના પાર્ટનરને આ વીકમાં ખુબ ગિફ્ટો અને પ્રેમ આપે છે, જો તમારો કોઇ પાર્ટનર નથી, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, ગર્લફ્રેન્ડ હોય કે બૉયફ્રેન્ડ તમે અહીં બતાવેલી પાંચ બેસ્ટ ડેટિંગ એપ્સ પરથી તમારી પસંદગીનો પાર્ટનર શોધી શકો છો. જાણો...
2/6
Tinder : - ટિન્ડર એકસમયે ખુબ લોકપ્રિય એપ હતી, પરંતુ હાલમાં આના પર ફેક પ્રૉફાઇલનું પ્રમાણ વધી જવાના કારણે આ એપની લોકપ્રિયતામાં ઘટાડો આવ્યો છે. આ એપ પરથી તમે તમારા પાર્ટનરને આ વેલેન્ટાઇન વીક પર શોધી શકો છો.
3/6
Bumble : - બમ્બલ એક બેસ્ટ ડેટિંગ એપ છે, આ એપમાં પણ તમને એકસારો પાર્ટનર મળી જશે, આ એક ફ્રી ડેટિંગ એપ છે, આના પર વીડિયો કૉલ કરી શકો છો. આમાં Date, BFF, Bizz જેવા ત્રણ મૉડ મળે છે. ખાસ વાત છે કે, આ એપ પર મહિલાઓ પહેલા વાત કરે છે.
4/6
Happn : - આ હેપ્પન એપ પણ એક બેસ્ટ ડેટિંગ એપ છે, આ એપમાં અત્યારે ખુબ ધસારો જોવા મળે છે. લૉકડાઉન બાદ હેપ્પને ટિન્ડરની જેમ કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. આ એપ પર તમે તમારા પાર્ટનર સાથે વીડિયો કૉલ કે ટેક્સ્ટ ચેટ કરી શકો છો.
5/6
Hinge : - હિન્જ પણ એક સારી ડેટિંગ એપ છે, જેને તમે અજમાવી શકો છો. આમાં એક સિમ્પલ યૂઝર ઇન્ટરફેસ આપવામાં આવ્યુ છે. તમે આ એપ પર પ્રૉફાઇલ પિક અને બાયૉને લાઇક કરી શકો છો. એટલુ જ નહીં અહીં તમે તસવીરો અને બાયૉસ પર કૉમેન્ટ પણ કરી શકો છો. આનાથી તમે તમારી પસંદગીના લોકોને શોધી શકો છો.
6/6
Aisle : - જો તમે એક સાચો સંબંધ બાંધવા માંગો છો, અને ડેટિંગને લઇને સીરિયસ છો, તો તમારે આ એપને ટ્રાય કરવી જોઇએ, જોકે, આ સચ્ચાઇ અને સીરિયસનેસનો દાવો અમે નથી કરતાં પરંતુ એપ કરી રહી છે. આ એપ દ્વારા તમે બીજા શહેરની પ્રૉફાઇલને પણ પસંદ કરી શકો છો. જ્યારે કેટલીક એપ્સમાં આ સુવિધા માત્ર પ્રીમિયમ યૂઝર્સ માટે જ હોય છે.Aisle માં આ મફત છે.
Published at : 09 Feb 2023 02:47 PM (IST)