Vivo Launch: વીવો V23 અને વીવો V23 પ્રૉ લૉન્ચ, જાણો ક્યારે બદલાય છે 108 મેગાપિક્સલ રિયર કેમેરા વાળા આ ફોનની બેક પેનલનો કલર
Vivo Launch: વીવો વી23 5જી અને વીવો વી23 પ્રૉ 5જીને ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવ્યા છે. બન્ને સ્માર્ટફોનમાં એક ફ્લૉરાઇટ એજી ગ્લાસ બેક છે, જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સૂરજની રોશનીમાં યૂવી રેજના સંપર્કમાં આવતા જ રંગ બદલી દે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવીવો વી23 5જી અને વીવો વી23 પ્રૉ 5જીમાં મીડિયાટેક ડાયમેન્સિટી 920 અને ડાયમેન્સિટી 1200 એસઓજી આપવામાં આવી છે. આ 12 જીબી સુધી રેમના સપોર્ટની સાથે આવે છે. વીવોના બન્ને સ્માર્ટફોનમાં 5જી કનેક્ટિવિટી, ફૂલ એચડી+ એમોલેડ ડિસ્પ્લે અને 50 મેગાપિક્સલનુ પ્રાઇમરી સેન્સરની સાથે ડ્યૂલ સેલ્ફી કેમેરા પણ છે.
vanilla Vivo V23 5Gના 8GB RAM + 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 29,990 રૂપિયા છે. આના 12GB રેમ + 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 34,990 રૂપિયા છે. વીવો વી23 પ્રૉ 5જી 8GB રેમ + 128GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 38,990 રૂપિયા અને 12GB + 256GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 43,990 રૂપિયા છે. વીવાના બે સ્માર્ટફોન સ્ટારડસ્ટ બ્લેક અને સનશાઇન ગૉલ્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
આની અધિકારી વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને ઓફલાઇન રિટેલ સ્ટૉરના માધ્યમથી ખરીદી શકાશે. વીવો વી23 5જી અને વીવો વી23 પ્રૉ 5જી 5 જાન્યુઆરીથી પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ છે. પહેલા 19 જાન્યુઆરીથી ખરીદવા માટે ઉપલબ્ધ થશે. જ્યારે પછીનો 13 જાન્યુઆરીથી ખરીદવા માટે ઉપલબ્ધ થશે.
Vivo V23 5G સપોર્ટની સાથે આવે છે અને એન્ડ્રોઇડ 12 પર કામ કરે છે. આમાં 6.44 ઇંચની ફૂલ એચડી+ (1,080x2,400 પિક્સલ) એમૉલેડ ડિસ્પ્લે છે. આમાં મીડિયાટેક ડાયમેન્સિટી 920 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.
Vivo V23 Proમાં 6.56 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં મીડિયાટેક ડાયમેન્સિટી 1200 SoC પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આના રિયરમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે.
Vivo V23 5Gમાં 4200mAhની બેટરી આપવામાં આવી છે, વળી Vivo V23 Pro 5Gમાં 4300mAHની બેટરી આપવામાં આવી છે. બન્ને ફોન 44wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે.