Vivoએ ભારતીય માર્કેટમાં ઉતાર્યો દમદાર પ્રૉસેસર વાળા 5G સ્માર્ટફોન, જાણો કિંમત ને ફિચર્સ.....
નવી દિલ્હીઃ સેમંસગ, ઓપ્પો અને રિયલમી બાદ હવે ચીની કંપની વીવોએ પણ આ મહિને પોતાનો નવો 5G ફોન Vivo V21 5G ભારતમાં લૉન્ચ કરી દીધો છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 800U પ્રૉસેસર સાથે સાથે 64 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે 4,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. જાણો ફોનની કિંમત અને સ્પેશિફિકેશન્સ.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ છે ફોનની કિંમત....... Vivo V21 5Gના 8GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 29,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે. વળી આના 8GB રેમ અને 256 GB સ્ટૉરેજની કિંમત 32,990 રૂપિયા રાખવામાં આવી છે.
આ ફોનનુ પ્રી-બુકિંગ કાલથી શરૂ થઇ ગયુ છે. આનુ સેલિંગ છઠ્ઠી મેથી ફ્લિપકાર્ટ અને વીવોના ઓનલાઇન સ્ટૉર પર હશે. આમાં Vivoના આ ફોન પર HDFC બેન્કના કાર્ડ પર 2,000 રૂપિયાનુ કેશબેક મળશે.
સ્પેશિફિકેશન્સ..... Vivo V21 5Gમાં એક 6.44 ઇંચની ફૂલ એચડી+ AMOLED એમૉલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝૉલ્યૂશન 1080x2404 પિક્સલ છે. આનો રિફ્રેશ રેટ 90Hz હશે. આમાં 500 nitsની પીક બ્રાઇટનેસ છે.
ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 800U પ્રૉસેસર વાળો છે. એન્ડ્રોઇડ 11 બેઝ્ડ Funtouch OS 11.1 પર કામ કરે છે. આમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી છે.
આવો છે કેમેરો..... ફોટોગ્રાફીની વાત કરીએ તો Vivo V21 5Gમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો છે. સાથે જ એક 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 44 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો આવ્યો છે.
4,000mAhની બેટરી..... પાવર માટે Vivo V21 5G સ્માર્ટફોનમાં 4,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગની સાથે આવશે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન અડધા કલાકમાં 60 ટકાથી વધુ ચાર્જ થઇ જશે.
ફોન sunset dazzle, dusk blue અને arctic white કલર ઓપ્શનમાં અવેલેબલ હશે. ઇનડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે.