WhatsApp એકાઉન્ટ મોબાઇલમાં નથી ખુલતું ? તો આ 5 રીતે પ્રૉબ્લમને કરી શકો છો સૉલ્વ........
WhatsApp Account Method: દુનિયાભરમાં અત્યારે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ ખુબ મોટા પ્રમાણમાં લોકોના મોબાઇલમાં યૂઝ થઇ રહી છે. યૂઝર એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા કંપની પણ સમયાંતરે નવા ફિચર્સ આપી રહી છે, પરંતુ ઘણીવાર યૂઝર્સને એપ ઓપન કરવાને લગતા પ્રૉબ્લમનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમે તમારું વૉટ્સએપ એકાઉન્ટ ઓપન કરી શકતા નથી અને ટ્રાય કરીને થાકી ગયા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને વૉટ્સએપ ખોલવાની 5 ટ્રિક્સ જણાવી રહ્યા છીએ. અહીં જુઓ તેના માટેની પાંચ બેસ્ટ ટ્રિક્સ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌ પ્રથમ તમારે તમારું ઇન્ટરનેટ કનેક્શન ચેક કરવું જોઈએ. જો તે ચાલુ ન હોય તો તમારે તેને ચાલુ કરવું જોઈએ. આ ઉપરાંત જો તે ચાલુ હોય અને WhatsApp હજી પણ ખુલતું નથી, તો તમારે પહેલા ફોનને ફ્લાય મૉડ પર મૂકીને ઇન્ટરનેટ ચાલુ કરવું જોઈએ.
વૉટ્સએપ એકાઉન્ટ હંમેશા યૂનિક મોબાઈલ નંબર દ્વારા ઓપરેટ થાય છે. વૉટ્સએપ પર તમે સાચો મોબાઈલ નંબર નાખતા જ તમારું વૉટ્સએપ એકાઉન્ટ ખુલી જશે.
જો તમારો ફોન SMS મોકલવા અથવા પ્રાપ્ત કરવામાં અસમર્થ છે, તો તમે OTP પ્રાપ્ત કરી શકશો નહીં. તમે તેને સક્ષમ કરી શકો છો અથવા કૉલ-આધારિત ચકાસણી ઓપ્શન પર સ્વિચ કરી શકો છો.
જો આટલું કર્યા પછી પણ તમારું વૉટ્સએપ એકાઉન્ટ ખુલતું નથી, તો તમારે પહેલા વૉટ્સએપ એકાઉન્ટને ફરીથી ઇન્સ્ટૉલ કરવું જોઈએ. આમ કરવાથી તમારું વૉટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ થઈ શકે છે.
જો આમાંથી કોઈ સ્ટેપ્સ કામ કરતું નથી, તો તમારે વધુ સહાયતા માટે WhatsApp સર્વિસનો સંપર્ક કરવો જોઈએ.