આઇફોન વાપરનારાઓને WhatsApp બહુ જલ્દી આપશે આ ખુબ કામનુ ફિચર, જાણો શું છે સ્પેશ્યલ.....
નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપે પોતાના iOS યૂઝર્સ માટે નવુ અપડેટ વર્ઝન 2.21.71 રિલીઝ કરી દીધુ છે. આની સાથે iOSના કેટલાય કામના ફિચર્સ મળવાના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમાં સૌથી ખાસ ફિચર છે જે અંતર્ગત યૂઝર્સ તસવીરો ખોલ્યા વિના જ તેને જોઇ શકશે. iOS યૂઝર્સ માટે વૉટ્સએપ હવે તસવીરો અને વીડિયોનો પહેલા પ્રીવ્યૂ શૉ કરશે, જેનાથી ફાઇલ ઓપન કર્યા વિના યૂઝર જલ્દીથી કન્ટેન્ટ જોઇ શકશે.
જલ્દી રૉલઆઉટ થશે આ પણ ફિચર્સ... આ ઉપરાંત વૉટ્સએપ બહુ જલ્દી ખાસ ફિચર પણ રૉલઆઉટ કરવાનુ છે, જેનો કેટલાય યૂઝર્સને ઇન્તજાર છે.આવામાં હવે ગૃપ ચેટ ડિસઅપેયરિંગ મેસેજ ફિચર આવવાનુ છે, જેની મદદથી એડમિન ઉપરાંત ગૃપના અન્ય મેમ્બરો પણ મેસેજને ડિસઅપીયર કરી શકશે. આ માટે એડમિને મેમ્બરોને એક્સેસ આપવો પડશે. આ પહેલા જ ફક્ત ગૃપ એડમિન જ મેસેજને ગાયબ કરી શકતા હતા.
ઘટશે ડિસઅપેયરિંગ મેસેજનો ટાઇમ..... વૉટ્સએપ ડિસઅપેયરિંગ મેસેજ યૂઝર્સને આવા મેસેજ મોકલવાની પરમીશન આપે છે, જે સાત દિવસ બાદ ઓટોમેટેકલી ડિલીટ થઇ જાય છે.
એટલે કે જો કોઇ યૂઝર સાત દિવસ સુધી પોતાનુ વૉટ્સએપ નહીં ખોલે તો તે તે ઓટોમેટિકલી ડિલીટ થઇ જશે, પરંતુ વૉટ્સએપ ઓપન થાય ત્યાં સુધી મેસેજનો પ્રીવ્યૂ નૉટિફિકેશનમાં દેખાય છે. કંપની ડિસઅપેયરિંગ મેસેજના સમયને સાત દિવસથી ઘટાડીને 24 કલાક કરવાની તૈયારી કરી રહી છે.