WhatsApp જલ્દી લૉન્ચ કરવા જઇ રહ્યું છે આ શાનદાર ફિચર, જાણો શું કરશે કામ
નવી દિલ્હીઃ દુનિયામાં કોરોડો લોકો વૉટ્સએપનો ઉપયોગ પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફમાં કરે છે. ટેક્સ્ટ, તસવીરો, વીડિયો અને ડૉક્યૂમેન્ટ ઉપરાંત હવે લોકો વૉટ્સઅપનો ઉપયોગ એકબીજાને પૈસા ટ્રાન્સફર કરવા માટે પણ કરી રહ્યાં છે. આજના જમાનામાં વૉટ્સઅપ એક જરૂરી એપ બની ગઇ છે. વૉટ્સઅપ પોતાના યૂઝર્સ માટે સતત નવા નવા ફિચર આપતુ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ છે કે હવે વૉટ્સઅપ પોતાના યૂઝર્સ માટે એક શાનદાર ફિચર લૉન્ચ કરવાની તૈયારીમાં છે, જેનાથી યૂઝરનો એક્સપીરિયન્સ બેસ્ટ બની શકે છે. આ નવુ ફિચર તમારી ચેટને ખુબ મજેદાર બનાવી દેશે. હાલ આનુ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, અને આ પુરુ થયા બાદ આ ફિચરને લૉન્ચ કરી દેવામા આવશે.
સ્ટીકરનો મળશે ઓપ્શન.... વૉટ્સઅપ બહુ જલ્દી જ એવુ ફિચર લૉન્ચ કરવાનુ છે, જેનો ઉપયોગ કરીને તમે પોતાની ચેટને આકર્ષક બનાવી શકશો. આ ફિચર તમારા શબ્દો પ્રમાણે સ્ટીકરનુ સજેશન આપશે. જે શબ્દ તમે ચેટ બૉક્સમાં ટાઇપ કરશો, તે હિસાબે તમને સ્ટીકરનો ઓપ્શન મળશે.
એટલે કે તમે તમારી વાતોને સ્ટીકરના માધ્યમથી બીજા લોકો સુધી પહોંચાડી શકશો. આનાથી ફક્ત તમારો સમય જ નહીં બચે, પણ તમારા ચેટિંગનો અનુભવ પણ બેસ્ટ બનશે. આ ફિચર આજકાલ ટેસ્ટિંગ મૉડમાં છે.
એપનો કલર બદલી શકાશે..... જલ્દી તમે વૉટ્સએપનો એપ કલર બદલી શકશો. આ ઉપરાંત તમે પોતાના ચેટ બૉક્સ અને ટેક્સ્ટનો કલર પણ પોતાના મરજી પ્રમાણે કરી શકશો. આ ફિચર દ્વારા તમારો ચેટ એક્સપીરિયન્સ ખુબ બેસ્ટ બની જશે. વૉટ્સઅપ એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને યૂઝર્સ માટે આ ફિચર લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત પણ વૉટ્સઅપ કેટલાય બેસ્ટ ફિચર આ વર્ષે લૉન્ચ કરવાની તૈયારીમાં છે.