YouTube ચેનલની જેમ શું વૉટ્સએપ ચેનલથી પણ થઇ શકે છે કમાણી ? જો હા, તો કઇ રીતે ?
WhatsApp Channel: સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ મનોરંજનની સાથે સાથે હવે કમાણીનું પ્લેટફોર્મ પણ બની રહ્યું છે. અહીંથી યૂઝર લાખોથી માંડીને કરોડો રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. હાલમાં જ વૉટ્સએપે પોતાનું વૉટ્સએપ ચેનલ ફિચર શરૂ કર્યુ છે, આ અપડેટ આવ્યા બાદ યૂઝર્સમાં એક જ સવાલો છે, કે શું વૉટ્સએપ ચેનલથી કમાણી થઇ શકે. કેમ કે આના દ્વારા તમે તમારા મનપસંદ સેલેબ્સ, ક્રિએટર્સ અથવા સંસ્થાઓ સાથે જોડાઈ શકો છો. આજે જાણો શું યુટ્યૂબ ચેનલની જેમ WhatsApp ચેનલથી કમાણી શક્ય છે ?
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWhatsApp પર ચેનલ અપડેટ્સ મેળવવા માટે તમારે તમારી એપ્લિકેશનની લેટેસ્ટ એડિશન રાખવી પડશે. જો તમે એપ અપડેટ નથી કરી તો તમને ચેનલ ફિચર નહીં મળે. વૉટ્સએપ ચેનલની મદદથી તમે તમારા મનપસંદ ક્રિએટર્સ સાથે જોડાઈ શકો છો.
જો તમે પણ તમારી પોતાની વૉટ્સએપ ચેનલ બનાવવા માંગો છો, તો તેના માટે અપડેટ્સ વિભાગ હેઠળના ચેનલ ઓપ્શન પર જાઓ અને 3 ડૉટ મેનૂ પર ક્લિક કરો. અહીં તમને ચેનલ બનાવવાનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો અને ચેનલનું નામ અને ડિટેલ્સ નાંખો. ત્યારબાદ Create Channel પર ક્લિક કરો. આ રીતે તમારી ચેનલ બની જશે.
હવે સવાલ એ થાય છે કે શું વૉટ્સએપ ચેનલથી કમાણી શક્ય છે ? જવાબ હા છે. જે લોકો પહેલાથી જ અન્ય પ્લેટફોર્મ પર સ્થાપિત છે તેઓ વૉટ્સએપ ચેનલથી આસાનીથી પૈસા કમાઈ શકે છે. તમે અહીં બ્રાન્ડ પ્રમૉશન કરીને સારી કમાણી કરી શકો છો. જે લોકો લોકપ્રિય નથી તેમને કમાવામાં સમય લાગશે.
ઉદાહરણ તરીકે, જો તમારા Instagram પર 2 મિલિયન ફોલૉઅર્સ છે, તો તમે આ ફોલૉઅર્સને વૉટ્સએપ પર પણ લાવી શકો છો. તમારી ચેનલમાં જેટલા વધુ લોકો જોડાશે તેટલો તમને ફાયદો થશે. તમે આ ચેનલમાં કોઈપણ પ્રૉડક્ટ્સનો પ્રચાર કરીને સારા પૈસા કમાઈ શકો છો. તમારી પાસે કેટલા ફોલોઅર્સ છે અને તમે લોકપ્રિય છો કે નહીં તેના પર કમાણી નિર્ભર છે. જો તમે પૉપ્યૂલર બનશો, તો તમને આસાનીથી બ્રાન્ડ ડીલ્સ વગેરે મળશે.
WhatsApp ચેનલ કોઈપણ વિષય પર હોઈ શકે છે અને કોઈપણ તેને બનાવી શકે છે.