WhatsApp: હવે તમારા વૉટ્સએપ DP ફોટાનો કોઇ નહીં કરી શકે મિસયૂઝ, આ ફિચરને કરી દો સેટ, પછી જુઓ....
WhatsApp New Feature: વૉટ્સએપ એક પછી એક નવા ફિચર્સ લાવે છે. નવા ફિચરમાં કંપનીએ પ્રોફાઈલ ફોટોના સ્ક્રીનશૉટને બ્લોક કરી દીધા છે, જેમાં કોઈ તમારી તસવીરનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૉટ્સએપ આજે આપણા માટે આવશ્યક માધ્યમ બની ગયું છે. કંપની સમયાંતરે યૂઝર્સ માટે નવા ફિચર્સ લાવતી રહે છે. આ સીરીઝમાં વૉટ્સએપે એક નવુ ફિચર આપ્યું છે, જે ખૂબ જ કમાલનું છે.
વૉટ્સએપ તેના યૂઝર્સ માટે એક શાનદાર ફિચર લાવ્યું છે, જેમાં કંપનીએ હવે પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ બ્લોક કરી દીધો છે. એટલે કે હવે કોઈ તમારા પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
અત્યાર સુધી વૉટ્સએપ કોન્ટેક્ટમાં રહેલા લોકો સ્ક્રીનશોટ દ્વારા કોઈપણ પ્રોફાઈલ ફોટો સેવ કરી શકતા હતા, પરંતુ હવે એવું બિલકુલ શક્ય બનશે નહીં. હવે કોઈ પણ વ્યક્તિ કોઈના પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકશે નહીં.
વૉટ્સએપ ઘણા સમયથી આ ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું, ત્યારબાદ હવે તેને તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. તે તબક્કાવાર રીતે ધીમે ધીમે લોકો સુધી પહોંચશે.
તમને જલ્દી જ આ ફિચરની સૂચના પણ મળશે. અપડેટ પછી જો કોઈ તમારા પ્રોફાઇલ ફોટોનો સ્ક્રીનશોટ લેશે, તો બ્લેક સ્ક્રીન ઇમેજ સાચવવામાં આવશે.
વૉટ્સએપ પર આ ફિચર સાથે ફોટોના સ્ક્રીનશોટ લેતી વખતે સ્ક્રીન પર એક ચેતવણી સંદેશ દેખાશે. વૉટ્સએપે પોતાના યૂઝર્સને તેમનો પ્રોફાઈલ ફોટો હાઈડ કરવાનો વિકલ્પ પણ આપ્યો છે, જેમાં યૂઝર્સ કોને પોતાનો પ્રોફાઈલ ફોટો બતાવવા માંગે છે તે પસંદ કરી શકે છે.