WhatsApp પર કમાલનું અપડેટ, તમે ક્યારેય આ સર્વિસનો લાભ લીધો છે ? કેટલાય લોકો નથી જાણતા આ વાત
WhatsApp Gas booking Updates: તમે બધા મોટાભાગે એક જગ્યાએથી બીજા સ્થાને ચેટિંગ અને મહત્વપૂર્ણ મેસેજ મોકલવા માટે વૉટ્સએપનો ઉપયોગ કરતા હોવ છો, પરંતુ આજે અમે તમને તેની એક સ્પેશ્યલ સર્વિસ વિશે જણાવી રહ્યા છીએ. જેનો લાભ કદાચ તમે ક્યારેય નહીં લીધો હોય. જાણો અહીં...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારણ કે ભારતમાં કરોડો લોકો વૉટ્સએપનો ઉપયોગ કરે છે, તેથી તમામ કંપનીઓ તેમની સર્વિસને પણ વૉટ્સએપ દ્વારા ઓફર કરે છે. તમે વૉટ્સએપ દ્વારા ગેસ બુક કરી શકો છો. જાણો કેવી રીતે ?
મોબાઈલ ફોનથી ફોન કરીને બુકિંગ કરાવવું અથવા ગેસ રિફિલ કરાવવા માટે અંગત રીતે ઓફિસ જવું એ આપણા માટે માથાનો દુઃખાવો બની જાય છે. તેનાથી બચવા માટે તમે વૉટ્સએપ દ્વારા ગેસ બુક કરાવી શકો છો. આ માટે તમારે તમારા ગેસ કનેક્શન સાથે રજિસ્ટર્ડ નંબર પરથી તમારા સર્વિસ પ્રૉવાઈડરને મેસેજ કરવાનો રહેશે.
તમે જે કંપની પાસેથી ગેસ ખરીદો છો તેને WhatsApp પર મેસેજ કરો. અમે અહીં તમારી સાથે ત્રણ કંપનીઓના નંબર શેર કરી રહ્યા છીએ. HP GAS- 9222201122, Indane- 7588888824 અને ભારત ગેસ- 1800224344.
સૌથી પહેલા તમારે નંબર સેવ કરીને HI લખવાનું રહેશે, આ પછી તમારે તમારી ભાષા પસંદ કરવાની રહેશે. આ પછી તમે અહીંથી ગેસ બુક, નવું કનેક્શન, કોઈપણ ફરિયાદ વગેરે બધું કરી શકો છો. તમને સ્ક્રીન પર ઘણા વિકલ્પો દેખાશે જેમાંથી તમે તમારી જરૂરિયાત મુજબ કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો.
ગેસ રિફિલ બુક કરાવ્યાના થોડા કલાકો પછી એક નવું સિલિન્ડર તમારી પાસે આવશે. નોંધ, સર્વિસ ક્ષેત્રના આધારે વિલંબ થઈ શકે છે.