WhatsAppનુ આ ખાસ ફિચર બહુ જલ્દી થઇ શકે છે રૉલઆઉટ, મળશે Facebook જેવી ફેસિલિટી
નવી દિલ્હીઃ દુનિયાભરમાં પોતાના બેસ્ટ ફિચર્સ માટે જાણીતી એપ WhatsAppની નવી પ્રાઇવસી પૉલીસીની ચર્ચાઓ ફરી એકવાર જોરશોરથી થવા લાગી છે. છતાં એપ ભારત સહિત દુનિયાભરમાં ખુબ પૉપ્યૂલર છે. એપ પોતાના યૂઝર્સને એક્સપીરિયન્સને બેસ્ટ અને આસાન બનાવવા માટે નવા નવા ફિચર્સ આપતી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે વૉટ્સએપમાં એક નવુ ફિચર એડ થવાનુ છે, જેની મદદથી આપણને વૉટ્સએપ પર સતત આવી રહેલા મેસેજથી છુટકારો મળી શકશે. એપમાં નવુ લૉગઆઉટ ફિચર રૉલઆઉટ કરવામા આવશે. આ ફિચરની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. વળી હવે આ ફિચર જલ્દી જ યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે.
ફેસબુકની જેમ કરી શકશો લૉગઆઉટ.... ખરેખરમાં, આપણે WhatsApp પર 24x7 લૉગ ઇન રહીએ છીએ, જેના કારણે આપણને વૉટ્સએપ પર મેસેજ આવતા જ રહે છે. આનાથી બચવા માટે એક જ રસ્તો હતો, ફોનનો ડેટા બંધ રાખો કે પછી એપ ડિલીટ કરી દો. પરંતુ હવે યૂઝર્સ વૉટ્સએપને પણ ફેસબુકની જેમ લૉગઆઉટ કરી શકશે અને જ્યારે ઇચ્છે ત્યારે લૉગઇન કરી શકશે. આનાથી તમારી પર્સનલ લાઇફ પણ સારી રહેશે.
iOS અને એન્ડ્રોઇડ યૂઝર્સ કરી શકશે યૂઝ..... WhatsAppનુ નવુ લૉગઆઉટ ફિચર WhatsApp મેસેજન્જર અને WhatsApp બિઝનેસ બન્ને જ વર્ઝન આપવામાં આવશે. એપલ અને એન્ડ્રોઇડ યૂઝર્સ બન્ને આ ફિચરનો ઉપયોગ કરી શકશે.
જોકે, આ ફિચરને લઇને હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ એપ જલ્દી જ યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવી શકે છે.