WhatsAppમાં આવવાના છે આ 5 નવા ફિચર્સ, તમે પણ જાણી લો.....
WhatsApp Upcoming feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પર યૂઝરબેઝ ઝડપથી વધી રહ્યો છે. આ કારણે કંપની પણ પોતાના યૂઝર્સને સારા સારા ફિચર્સ પ્રૉવાઇડ કરી રહી છે. હવે આ કડીમાં વધુ પાંચ શાનદાર ફિચર્સ એડ થવા જઇ રહ્યાં છે. જે યૂઝર્સ એક્સપીરિયન્સને શાનદાર બનાવી શકે છે. જુઓ વૉટ્સએપ યૂઝર્સને કયા કયા પાંચ ફિચર મળવાના છે....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRecent History Sharing: આ સુવિધા અંતર્ગત જ્યારે કોઈ વ્યક્તિ ગૃપમાં જોડાય છે, ત્યારે તે 24 કલાક પહેલા સુધી ગૃપમાં થયેલી બધી કન્વર્ઝેસન જોશે. આ વસ્તુ એ વ્યક્તિને સમજવામાં મદદ કરશે કે ગૃપમાં શું ચર્ચા થઈ રહી છે. જોકે આ માટે એડમિનિસ્ટ્રેટરે ગૃપમાં આ ફિચર ચાલુ રાખવું જરૂરી છે.
Multiple Account: વૉટ્સએપ મલ્ટીપલ એકાઉન્ટ ફિચર પર કામ કરી રહ્યું છે, જે યૂઝર્સને એક જ ડિવાઇસ પર એકથી વધુ એકાઉન્ટ ઓપન કરવાની મંજૂરી આપશે. જે રીતે હવે તમે ઈન્સ્ટાગ્રામમાં એક કરતા વધુ આઈડીથી લૉગઈન કરી શકો છો, તે જ રીતે વૉટ્સએપમાં પણ થશે.
Text Formatting Tool: ટૂંક સમયમાં તમને વૉટ્સએપમાં ટેક્સ્ટને વધુ સારી રીતે ફોર્મેટ કરવાનો ઓપ્શન મળશે., આનો અર્થ એ છે કે તમે અન્ય વ્યક્તિને વધુ સારી રીતે મેસેજ મોકલી શકશો, અત્યારે આપણે ફક્ત બૉલ્ડ, ઇટાલિક વગેરે ફૉન્ટ્સ જ યૂઝ કરી શકીએ છીએ.
WhatsApp Channel: આ વર્ષની શરૂઆતમાં કંપનીએ 9થી વધુ દેશોમાં ચેનલ ફિચર લૉન્ચ કર્યું હતું. જોકે તે હજુ ભારતમાં આવી નથી. ટૂંક સમયમાં તમને ચેનલ ફિચર પણ મળશે. એક રીતે આ ફિચર ઇન્સ્ટાગ્રામમાં હાજર 'બ્રૉડકાસ્ટ ચેનલ'ની જેમ કામ કરશે.
ઇમેઇલ લિન્કઃ વૉટ્સએપમાં લૉગઇન કરવાનો બીજો ઓપ્શન તેને એપમાં એડ કરવાનો છે. ટૂંક સમયમાં તમે ઈમેલ દ્વારા પણ તમારું એકાઉન્ટ એક્સેસ કરી શકશો. જોકે, આ માટે તમારે પહેલા તમારા ઇમેઇલને એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે.